સલાયામાં યુવતીનો ગળાટૂંપોઃ
જામનગર તા.૨૦ : કલ્યાણપુરના માંગલીયાની સીમમાં એક ખેતરમાં મજૂરી કરતા પરપ્રાંતિય શ્રમિકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું ખૂલ્યું છે. જ્યારે સલાયામાં એક યુવતીએ પણ ગળાટૂંપો ખાઈ લીધો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માંગલીયા ગામના વાડી વિસ્તારમાં વિજયસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલી રાજપુર જિલ્લાના વતની હીરલાભાઈ જીનીયાભાઈ ચંગડ નામના ઓગણીસ વર્ષના શ્રમિકે રવિવારે સવારે ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
બાંકોડી ગામમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા તેના મોટાભાઈ રામસિંગ જીનીયાભાઈએ પોલીસને જાણ કરી છે. આ યુવાન માનસિક બીમારીથી પીડાતા હોવાનું અને થોડા દિવસથી ગુમસુમ રહેતા હોવાનું પોલીસ સમક્ષના નિવેદનમાં જાહેર કરાયું છે.
જામખંભાળિયા નજીકના સલાયાના ખારાનાકા પાસે રહેતા સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામના યુવતીએ શનિવારે બપોરે કોઈ અકળ કારણોથી પોતાના ઘરમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેણીનું મૃત્યુ થયાનું પિતા અકબરભાઈ મામદભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial