Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે નાછૂટકે કારખાને કામે જતી તરૂણીએ ખાધો ગળાફાંસો

બીમારીથી કંટાળી યુવકે કરી આત્મહત્યાઃ એકલવાયા વૃદ્ધનું વિષપાનઃ

જામનગર તા.૨૦ : જામનગરના કિસાનચોક વિસ્તારમાં રહેતા એક તરૂણીએ કારખાનામાં કામ કરવા જવા અનિચ્છા દર્શાવ્યા પછી પણ અર્થિક પરિસ્થિતિના કારણે નાછૂટકે કામ કરવું પડતું હોવાના કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે એકલવાયી જિંદગીથી કંટાળી ધુનધોરાજીમાં પરપ્રાંતીય શ્રમિકે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. બીમારીથી કંટાળી ખરેડી ગામમાં યુવાને મોતને ગળે લગાડી લીધુ છે અને સત્યમ કોલોની રોડ પાસે એક સોસાયટીમાં યુવાને અકળ કારણથી ગળાટૂંપો ખાધો છે.

જામનગરના કિસાનચોક વિસ્તારમાં આવેલા હીરાસર પાસે રહેતા હમીરભાઇ દેવાભાઈ પરમાર નામના પ્રૌઢની ૧૭ વર્ષની પુત્રી હેતલે  રવિવારે સવારે સાતેક વાગ્યે પોતાના રહેણાંકમાં  ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૂણીનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. પિતા હમીરભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.

પોલીસે તેમનું નિવેદન નોંધાતા તેમાં જણાવવામાં આવ્યા મુજબ હેતલને કારખાનામાં કામ કરવા જવાનું ગમતું ન હતું પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિના કારણે કામ કરવા જવું પડતું હોવાના કારણે તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું છે. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં આવેલા કુંભાભાઇ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના દેકાકુંડ ગામના દીતુભાઈ ધુલસિંગ અજનાર નામના ૬૨ વર્ષના વૃદ્ધ ઘણાં સમયથી એકલવાયું જીવન જીવતા હતા. પોતાની જિંદગીથી કંટાળી જઈ ગયા મંગળવારે બપોરે કુંભાભાઇના ખેતરના શેઢા પાસે આવેલી ઓરડી નજીક જઈ કોઈ દવા પી લીધી હતી. સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ વૃદ્ધનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નિપજ્યું છે. સુમેરસિંગ રડુભાઇ અજનારે પોલીસને વાકેફ કરી છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામના વતની અને હાલમાં રાજકોટના ગોંડલમાં વૃંદાવન પાર્ક-૩માં રહેતા પરેશગીરી બળવંતગીરી ગોસ્વામી (ઉ.વ.૪પ) નામના બાવાજી યુવાને થોડા સમય પહેલાં ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછી લીવરની બીમારી પણ વળગતા કંટાળી ગયેલા પરેશ ગીરીએ ગઈકાલે સવારે ખરેડી ગામમાં આવેલા પોતાના ખેતર સ્થિત મકાને જઈ દોરડા વડે ગળાટૂંપો ખાઈ લીધો છે. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર તુષારગીરીએ કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી છે.

જામનગરના સત્યમ્ કોલોની રોડ પર શક્તિ સોસાયટીની શેરી નં.૮માં રહેતા હરપાલસિંહ તખતસંગ ગેડીયા (ઉ.વ.ર૭) નામના યુવાને ગઈકાલે બપોરે કોઈ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વજેસંગ દાજીભા ડોડીયાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial