Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

ખોડિયાર કોલોની પાસે બે અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઘવાયા

સમર્પણ પાસે મોટર-બાઈક વચ્ચે ટક્કરઃ અલીયાબાડા પાસે અકસ્માતમાં યુવાનને ઈજાઃ

જામનગર તા.૨૦ : જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં સર્જાયેલા બે અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણને ઈજા થઈ છે. જ્યારે શાપરથી નવાગામ વચ્ચે રિક્ષાએ બાઈકને ઠોકર મારતા કાકા-ભત્રીજા ઘવાયા છે. અલીયાબાડા નજીક મોટરે બાઈકને ઠોકર મારી છે. ગઈકાલે સાંજે સમર્પણ હોસ્પિટલથી આગળ બાઈક અને કાર ટકરાઈ પડતા એક યુવાન ઘવાયા છે. પુરઝડપે મોટર ચલાવીને જતાં એક આસામી સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના નવા ગામમાં રહેતા મુકેશભાઈ કાનજીભાઈ જાડેજા તથા તેમના કાકા ભરતભાઈ જાડેજા ગયા બુધવારે સાંજે આઠેક વાગ્યે જીજે-૧૦-સીએ  ૧૯ ૬૩ નંબરના મોટરસાયકલમાં જામનગર તાલુકાના શાપર ગામથી નવાગામ જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે નવાગામ પાસે રિલાયન્સ કંપનીના બાયામાસ પ્લાન્ટ પાસે પહોંચ્યા ત્યારે એક રિક્ષા પુરપાટ ઝડપે ધસી આવી હતી. આ રિક્ષાના ચાલકે સામેથી ઠોકર મારતા મોટરસાયકલ પરથી મુકેશભાઈ તથા ભરતભાઈ ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં ભરતભાઈને ઈજા થઈ છે. અકસ્માત સર્જી નાસી ગયેલા રીક્ષાચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે .

જામનગરના ગાંધીનગર વિસ્તારની શેરી નં.૪માં વસવાટ કરતા મીનાબા યુવરાજસિંહ વાળા નામના મહિલા શનિવારે સવારે ખોડીયારકોલોની મેઈન રોડ પરથી દેરાણી ધર્મિષ્ઠાબા સાથે જીજે-૧૦-ડીએચ ૭૦૪૬ નંબરના સ્કૂટરમાં જતા હતા ત્યારે એક અજાણી મોટરે સ્કૂટરને ઠોકર મારી દીધી હતી. આ અકસ્માતમાં દેરાણી તથા જેઠાણીને ઈજા થઈ છે. મીનાબાએ નાસી ગયેલા મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગર તાલુકાના અલીયાબાડામાં રહેતા છગનભાઈ તેજાભાઈ પરમારનો પુત્ર ગઈ તા.૯ની સવારે અલીયાબાડા નજીકથી જીજે-૧૦-એબી ૬૭૫૭ નંબરના બાઈક પર જતો હતો ત્યારે જીજે-૧૦-ડીઆર ૬૫૦૮ નંબરની મોટરે ટક્કર મારી આ યુવાનને પછાડ્યો હતો. ઈજા પામેલા યુવાનને સારવારમાં લઈ જવાયો છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર ગાયત્રી મંદિર નજીક વસવાટ કરતા રાજેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ ગઈકાલે સાંજે ખોડિયારકોલોની પાસે રાજ ચેમ્બર નજીકથી જતા હતા ત્યારે એક છકડો રિક્ષા તેઓને ઠોકર મારી નાસી ગયો હતો. હેમરેજ સહિતની ઈજા પામેલા રાજેન્દ્રસિંહને સારવારમાં લઈ જવાયા છે. તેમના પુત્રવધૂ દેવુબા લક્ષ્મણસિંહે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૩માં રહેતા મહાવીરસિંહ પ્રવીણસિંહ જાડેજા શનિવારે રાત્રે ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસેથી જીજે-૧૦-સીએન ૭૭૦ નંબરની મોટર પુરપાટ ઝડપે ચલાવીને નીકળતા સિક્કા પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

જામનગર-ખંભાળિયા રોડ પર સમર્પણ હોસ્પિટલથી આગળ સ્વામિનારાયણ મંદિર પાસે ગઈકાલે સાંજે જીજે-૧૦- ડીએ ૯૯૪૯ નંબરની મોટર તથા જીજે-૧૦-એએલ ૯૧૧૮ નંબરના બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ઈજા પામેલા બાઈકચાલકને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દોડી ગયેલી ટ્રાફિક પોલીસે થોડી મિનિટો માટે અવરોધાયેલા વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial