Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ. ૨૬૩.૦૮ લાખની પુરાંત દર્શાવતું બજેટ

ખાસ સામાન્ય સભામાં થયેલી વિસ્તૃત ચર્ચામાં ધારાસભ્ય, જિ.પં. પ્રમુખ, ડીડીઓ, સભ્યોએ ભાગ લીધોઃ

જામનગર તા. ર૦: જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં જિ.પં. પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને ખાસ અંદાજપત્ર સભા યોજાઈ હતી. જેમાં વર્ષ ર૦રપ-ર૬ નું રૂ. ર૬૩.૦૮ લાખની પુરાંત દર્શાવતું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત સ્વભંડોળની આવક અને ખર્ચની જોગવાઈ મુજબ ખુલતી સિલક રૂ. ૬૪૮.૪૪ લાખ અને વર્ષ ર૦રપ-ર૬ ના વર્ષની સૂચિત અંદાજિત આવક રૂ. પ૮ર.૪૯ લાખ મળી કુલ રૂ. ૧ર૩૦.૯૩ લાખ સામે રૂ. ૯૬૭.૮પ લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વર્ષ ર૦રપ-ર૬ ના અંતે રૂ. ર૬૩.૦૮ લાખની પુરાંત અંદાજવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સિંચાઈ ક્ષેત્રે હયાત ચેક ડેમની મરામત / નવા ચેકડેમ બાંધવા માટે રૂ. ર૦ લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્ર માટે શાળાઓના નવીનિકરણ માટે રૂ. પ૦ લાખની જોગવાઈ અને પોષણ આહાર ક્ષેત્રે રૂપિયા ચાર લાખની જોગવાઈ કરવામાં આવી છે. સ્માર્ટ આંગણવાડી તથા આંગણવાડીની અન્ય સુવિધા માટે રૂ. પ૦ લાખ, શાળાએ ન જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન માટે પ્રવાસ-તાલીમ માટે રૂ.૪ લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.૧ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૭૦ લાખ, કુદરતી આફત સમયે આકસ્મિક ખર્ચ માટે રૂ. રપ લાખ, જિ.પં.ના વિસ્તારના રસ્તાઓના રીપેરીંગ માટે રૂ. ૭૦ લાખ તેમજ વિકાસન કામો માટે રૂ. ૩પ૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ સામાન્ય સભામાં ડીસીસી કંપની પાસેથી પાઈપલાઈન ભાડાની બાકી રોકાતી વસૂલાત કડકપણે કરવાનો નિર્ણય કરાયો હતો.

જિલ્લા વિકાસ અધિકારી તાલીમાર્થે ગયા હોવાથી ડે. ડીડીઓ દિપ્તિબેન કોટક તેમજ હિસાબી અધિકારી ધવલભાઈ ઘેલાણીએ બજેટ અંગે વિસ્તૃત વિગતોરજૂ કરી હતી. જામજોધપુર - લાલપુર મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ બજેટ ચર્ચામાં લઈ કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા હતાં. પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, વિપક્ષના જે.પી. મારવિયા વગેરે સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial