ભૂગર્ભ ગટરમાં કિચન વેસ્ટનો નિકાલ કરતા
જામનગર તા. ર૦: જામનગરમાં ભૂગર્ભ ગટરમાં કિચન વેસ્ટનો નિકાલ કરતા ૧૧ હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો પાસેથી દંડનીય વસૂલાત કરવામાં આવી છે.
જામનગરમાં હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા ફૂડ અને કિચન વેસ્ટનો ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતા ૧૧ હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો પાસેથી દંડનીય વસૂલાત કરવામાં આવી હતી. હોટેલ્સ / રેસ્ટોરન્ટ્સ દ્વારા ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટ ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતો હોય છે. જેના કારણે મનપાનું ભૂગર્ભ ગટર નેટવર્ક ચોકઅપ થાય છે, અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે તેમજ રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. જે ધ્યાને લેતા જામનગર શહેરના હોટલ-રેસ્ટોરન્ટ્સનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકીંગ હેઠળ તા. ૧૯-૧-ર૦રપ ના ૧૭ હોટલ-રેસ્ટોરન્ટ્સની મુલાકાત કરવામાં આવી હતી. આ પછી ૧૧ હોટલ-રેસ્ટોરન્ટ્સ ધારકો પાસેેેેેેેેેેેેેેેેેેેેરૂ. ૧,૧૦,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ તેઓને ર૪ કલાકમાં ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટ ભૂગર્ભ ગટરમાં ન જાય તે મુજબની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. જો તેઓ સૂચવ્યા મુજબની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જશે તો રેસ્ટોરન્ટ્સને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચેતવણી પણ અપાઈ હતી.
આ ઉપરાંત તમામ હોટલ, રેસ્ટોરન્ટ્સ, વાડીઓ, પાર્ટી પ્લોટ્સ વિગેરેને પણ તેઓના ફૂડ વેસ્ટ-કિચન વેસ્ટનો મનપાની ભૂગર્ભ ગટરમાં ન જાય તે મુજબની વ્યવસ્થા કરવા જાણ કરવામાં આવી છે, જ્યારે મનપાની ટીમ ચેકીંગમાં આવશે ત્યારે યોગ્ય વ્યવસ્થા જોવા ન મળ્યેથી ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની લગતોને નોંધ લેવા નાયબ કાર્યપાલક ઈજનેર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા) જામનગર મહાનગર-પાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial