Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

વ્હાઈટ ટી-શર્ટ અભિયાન કેટલું સફળ થશે...? ભાજપ-કોંગ્રેસમાં સખળ-ડખળ?

દિલ્હીની વિધાનસભા માટે મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગી નેતા રાહુલ ગાંધીએ 'વ્હાઈટ ટી-શર્ટ મૂવ મેન્ટ' શરૂ કરી છે, અને તેના પાંચ સૂત્રો પણ વર્ણવ્યા છે. આ અભિયમાનમાં મોટા પ્રમાણમાં યુવાનોને જોડીને કોંગ્રેસમાં  દેશવ્યાપી જુસ્સો ભરવાની સાથે સાથે મોદી સરકાર સામે જનઆંદોલનના મંડાણ કરી દીધા હોય તેમ જણાય છે, બીજી તરફ  ગુજરાતમાં આવતા અઠવાડિયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થઈ જાય, તેવા અહેવાલો પછી તેના જે  પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તે પણ ઘણાં જ સૂચક અને રસપ્રદ છે, ખરૃં કે નહીં?

રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર અમીરોની તરફદારી અને ગરીબોની અવગણના કરવાનો આક્ષેપ  લગાવ્યો છે, અને વ્હાઈટ ટી-શર્ટ અભિયાનના માધ્યમથી યુવાનોને જોડીને એવા લોકો માટે સમર્થન માંગ્યું છે, જેઓ  દેશની સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોના સન્માન સાથે નિષ્પક્ષતાને મજબૂત કરવા મેદાને પડેલા હોય.

રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી લખ્યું છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ તો, 'આજે કેન્દ્ર સરકારે ગરીબો તથા  મહેનતુ વર્ગોને અવગણ્યા છે, અને તેઓને તેમના હાલ પર છોડી દેવાયા છે. સરકારનું સંપૂર્ણ ધ્યાન માત્રે ગણ્યાગાંઠ્યા  ધનવાનોને સમૃદ્ધ કરવા પર જ  છે. આ કારણે અસમાનતા વધી રહી છે. પોતાના પરસેવાથી દેશને પોષણ આપનાર શ્રમિકોની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે, તેઓ વિવિધ પ્રકારના અન્યાય અને અત્યાચાર સહન કરવા મજબૂર છે. તેવામાં  આપણાં બધાની જવાબદારી બને છે કે તેમને ન્યાય અને અધિકારો અપાવવા માટે જોરદાર અવાજ ઊઠાવીએ. આ વિચારને  ધ્યાનમાં રાખીને અમે 'વ્હાઈટ શર્ટ મૂવમેન્ટ' શરૂ કરી રહ્યા છીએ હું મારા યુવા અને શ્રમજીવી મિત્રોને આ ચળવળમાં  મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરૃં છું.

એક તરફ રાહુલ ગાંધીએ આ નવું અભિયાન આદરીને મોદી સરકાર, ભાજપ અને સંઘને લલકાર કર્યો છે, તો બીજી તરફ  રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને પણ વિવાદનો વંટોળિયો ઊઠ્યો છે. રાહુલ ગાંધીએ એ નિવેદનમાં કંઈક એવું કહ્યું હતું  કે, તેઓ માત્ર આરએસએસ અને ભાજપ સામે જ નહીં, પરંતુ ઈન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીનો કહેવાનો  મતલબ ઈન્ડિયન ગવર્નમેન્ટ સામે એટલે કે અત્યારની ભારત સરકાર સામે લડવાનો હશે, પરંતુ તેમના આ નિવેદન પછી  ઊઠેલો વિરોધ હવે અદાલતોની અટાળીએ પહોંચે તેમ જણાય છે. કારણકે દેશમાં તેનો વિરોધ થયા પછી તેની સામે  એફઆઈઆર પણ નોંધાવાઈ રહી છે.

તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યના પ્રભારીએ જામનગરની મુલાકાત લીધી હતી, અને ગુજરાતમાં પણ  કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે જામનગર સહિત ગુજરાતમાં પણ રાહુલ ગાંધીના  આહ્વાન પર 'વ્હાઈટ ટી-શર્ટ (શર્ટ) મૂવમેન્ટ' જોવા મળશે, તે નક્કી જ છે ને?

જામનગર અને હાલારમાં પણ કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાના પ્રયાસો ઘણાં સમયથી થઈ રહ્યા છે, પરંતુ ગત્  વિધાનસભાની ચૂંટણીઓ પછી લોકસભામાં થયેલા પરાજય પછી વ્યાપેલી નિરાશા તથા આંતરિક મતભેદોની સામે લડવા  માટે નેતાઓ-કાર્યકરોને ઢંઢોળવા તથા નવો જુસ્સો ભરવાની જરૂર જણાવાઈ રહી હોવાથી જ પ્રદેશ કક્ષા તથા રાષ્ટ્રીય  સ્તરના નેતાઓની મુલાકાતો તથા કાર્યક્રમો હાલારમાં વધવા લાગ્યા હોય, તેમ જણાય છે, તો બીજી તરફ ભારતીય જનતા  પક્ષમાં પણ જિલ્લા સ્તરે બધું બરાબર હોય તેમ જણાતું નથી.

જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પક્ષની આંતરિક ખેંચતાણ પ્રદેશ ભાજપ માટે પડકારરૂપ બની હોય, તેમ જણાય છે. અમરેલી જિલ્લાનો તાજેતરનો આખો ઘટનાક્રમ ભાજપની આંતરિક જુથવાદની પરાકાષ્ટાનું દૃષ્ટાંત છે. હાલારમાં દ્વારકા જિલ્લામાં હજુ પણ સંગઠન જળવાયું છે, પરંતુ જામનગર જિલ્લા તથા નગર-મહાનગરની કક્ષાએથી આંતરિક જુથવાદ કે  મતભેદોની સુગબુગાહટ ઘણી વખત જોવા મળે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને કેન્દ્રિયમંત્રી બનાવાયા, અને  ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલને પણ કેન્દ્રિય મંત્રી બનાવાયા પછી તેના સ્થાનો ભરવાની ગડમથલ  ચાલી રહી હોય ત્યારે જિલ્લા કક્ષાની સંગઠનાત્મક બાબતોનું કોણ ધ્યાન રાખે? વાવમાં હોય તો અવેડામાં આવે ને?

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રાજકીય સ્પર્ધા છે, અને ત્રીજા પક્ષને સ્થાન મળતું નથી. તેથી આમ આદમી પાર્ટી  ગત્ વિધાનસભા ચૂંટણીમાં ધોવાઈ ગઈ. જામજોધપુરમાં હેમતભાઈ ખવા તો સ્વબળે જ ચૂંટણી જીત્યા છે, ત્યારે હવે  પછીની એન્ટી ઈન્કમબન્સીનો ફાયદો લઈને કોંગ્રેસ મજબૂત બની શકે છે, પણ...?!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial