કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટઃ
નવી દિલ્હી તા. ર૦: આગામી પાંચ દિવસમાં હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે, અને દિલ્હીમાં પણ બે દિવસમાં માવઠું થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
દિલ્હી-એનસીઆરમાં આજે ઠંડીનું મોજું ચાલી રહ્યું છે, જેના કારણે સૂકી ઠંડીએ લોકોને પરેશાન કરી દીધા છે. હવામાન વિભાગે રર અને ર૩ જાન્યુઆરીએ બન્ને વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આઈએમડી એ હિમાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. ર૪ જાન્યુઆરી, શુક્રવારના નિચાણવાળા વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં વધારો થવાની અને ધુમ્મસમાં ઘટાડો થવાની ધારણા છે. આઈએમડીના વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયના જણાવ્યા અનુસાર રર અને ર૩ જાન્યુઆરીએ દેશના મેદાની રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો સહિત ઉત્તર પૂર્વમાં ગાઢ ધુમ્મસ રહેશે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં હિમવર્ષા થવાની સંભાવના છે. રાજ્યના મેદાની વિસ્તારોમાં કોલ્ડવેવને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો રવિવારે ડોડામાં ભારે હિમવર્ષા થઈ હતી. શ્રીનગરમાં લઘુતમ તાપમાન ૪.૧ ડીગ્રી સેલ્સિયસ હતું. ગુલમર્ગમાં લઘુતમ તાપમાન -૧.૬ ડીગ્રી સેલ્સિયસ, પહેલગામમાં ૬ ડીગ્રી સેલ્સિયસ, જમ્મુ શહેરમાં ૧૬.૬. ડીગ્રી સેલ્સિયસ અને કટરામાં ૧૪.૬ ડીગ્રી સેલ્સિયસ હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનની નજીક સક્રિય છે અને અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન નજીક સક્રિય છે. રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર પાસે પણ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ચારના રૂપમાં જોવા મળી રહ્યું છે. એક ચક્રવાતી પરિભ્રમણ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર નીચલા ટ્રોપોસ્કિયરમાં સ્તરે ચારના સ્વરૂપમાં સક્રિય છે તેની અસરને કારણે ર૧ જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. રર અને ર૩ જાન્યુઆરીએ ગાજવીજ સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થશે.
રર અને ર૩ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વિય પવનોને કારણે તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલના દરિયાકાંઠે ભારે વરસાદ પડશે. કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial