Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

લોહાણાના લગ્નપ્રસંગો હવે લેઈટ નહીં થાય... લખી રાખજો... ગેરંટી...!!

ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ... રિફોર્મ્સની શરૂઆત સ્વયંથી કરી હોય તેવા દૃષ્ટાંતો

અંગ્રેજીમાં એક કહેવત છે કે ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ, એટલે કે સખાવત કે ફંડફાળાની શરૂઆત સ્વયં સૌ પ્રથમ દાન  લખાવીને કરવી જોઈએ, જો કે આ કહેવતનો વિશાળ અર્થ એવો થાય કે કોઈપણ સારા કે ઉપયોગી કામની શરૂઆત  આપણા ઘરથી જ કરવી જોઈએ, એ જ સંદર્ભમાં સમાજ સુધારણાની સલાહો આપતા પહેલા જે કાંઈ સુધારણાઓ કરવી  હોય, કુરિવાજો, બિનજરૂરી પરંપરાઓ કે રૂઢીગત ફાલતુ રિવાજોને તિલાંજલિ આપવાની હિંમતપૂર્વકની પહેલ પણ  આપણાંથી જ થવી જોઈએ, તેવો ગહન અર્થ કાઢી શકાય. એવું કહી શકાય કે રિવેલ્યૂશન ઓર રિફોર્મ્સ શુડ બિગન્સ ફ્રોમ  હોમ...

આ પ્રકારના કેટલાક દૃષ્ટાંતો પર દૃષ્ટિપાત કરીએ... કેટલાક દૃષ્ટાંતો સ્વપ્રશંસા કે ખુસામતખોરીના નથી, પરંતુ સામાન્ય  રીતે પ્રારંભમાં જનમાનસ કે રૂઢીચૂસ્ત સમાજ સ્વીકારે નહીં, તેવી ક્રાંતિકારી સુધારણાઓની શરૂઆત લોકોએ પોતે કરી  હોય, તેના છે, તો કેટલાક દૃષ્ટાંતો પ્રેરણાત્મક, પ્રશંસનિય અને અનુકરણિય છે. લોહાણા સમાજ સહિત વિવિધ સમાજમાં  સુધારણાત્મક પહેલ તથા પ્રયાસોને હંમેશાં 'નોબત' પરિવાર તથા ખાસ કરીને માધવાણી પરિવારે પહેલેથી જ સક્રિય  સહયોગ આપ્યો છે, તે પણ નોંધનીય છે.

લોહાણા સમાજના

લગ્નપ્રસંગોમાં સુધારાત્મક પહેલ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે લોહાણા સમાજના લગ્નપ્રસંગોમાં ઘણી વખત મોડું જઈ જતું હોય છે, અને કેટલીક  બિનજરૂરી પરંપરાઓ પણ પ્રવેશી ગઈ હોવાથી ઘણાં સુધારા-વધારા (રિફોર્મ્સ) ની જરૂર છે. આ માટેની પહેલ તો થતી  હતી, પરંતુ તેને સામાજિક સ્વીકૃતિ મળતી નહોતી, જ્યારે સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રગણ્ય નાગરિકો, શ્રીમંત પરિવારો વગેરે  દ્વારા પહેલ થાય, ત્યારે ધીમે ધીમે બાકીનો સમાજ તેને સ્વીકારતો થાય છે. આ પ્રકારના દૃષ્ટાંતો પૈકી કેટલાક ભૂતકાળના  દૃષ્ટાંતો છે, તો કેટલાક તાજેતરના છે.

સમૂહલગ્નોની શરૂઆત

લોહાણા સમાજમાં ચાર-પાંચ દાયકાઓ પહેલા એટલે કે વર્ષ ૧૯૭૦ થી ૧૯૮૦ ના દાયકામાં સમૂહલગ્નોનો કોન્સેપ્ટ  ઉદ્ભવ્યો હતો અને વર્ષ ૧૯૯૦ પછી તો ઠેર-ઠેર લોહાણા સમાજના સમૂહલગ્નો યોજાવા લાગ્યા, અને તેમાં મોટા મોટા  ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, રઘુવંશી સમાજના રાજનેતાઓ વગેરે જોડાવા લાગ્યા હતાં. તે સમયે મારા પિતાજીએ મારા  સૌથી નાના બહેન રૂક્ષ્મણીબેનના લગ્ન પણ સમૂહલગ્નની તે સમયે શરૂ થયેલી નવી મૂવમેન્ટમાં જોડાઈને કરાવ્યા હતાં.

પસંદગી મેળાઓ

રઘુવંશી સમાજમાં વયજુથ પ્રમાણે લગ્નવાંચ્છુ યુવક-યુવતીઓ પોતાની પસંદગી મુજબનું પાત્ર શોધી શકે તે માટે ઠેર-ઠેર  પસંદગી મેળાઓ પણ યોજાવા લાગ્યા છે, જે હજુ પણ ચાલુ છે, અને તેને સામાજિક સમર્થન પણ મળી રહ્યું છે.

દ્વારકાદાસભાઈ રાયચુરા

(મોટાભાઈ)ની પહેલ

બારાડીમાં મોટાભાઈ તરીકેની માનભેર ઓળખ ધરાવતા દ્વારકાદાસભાઈ રાયચુરાના પિતાશ્રી અને રઘુવંશી સમાજના  ભૂતકાળના દિગ્ગજ રાજનેતા તથા ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વ. કેશુભાઈ રાયચુરાના સમયથી સમાજમાં જાગૃતિ તથા શિક્ષણનો  વ્યાપ વધારવાના પ્રયાસો થયા હતાં. તે પછી તેઓના પરિવારે લાંબા બંદર, ભાટિયા, પોરબંદરથી જામનગર સુધી સેવાકીય  અભિગમો પહોંચાડ્યા હતાં. તેઓના પરિવારના ક્રાંતિકારી વિચારોને આગળ વધારીને દ્વારકાદાસભાઈ રાયચુરાએ  તાજેતરમાં જ રઘુવંશી સમાજમાં લગ્નપ્રસંગોમાંથી કેટલીક વિલંબિત પ્રક્રિયાઓ તથા બિનજરૂરી રીત-રસમોને તિલાંજલિ  આપીને તથા પ્રસંગોમાં ચૂસ્ત સમયપાલન થાય, તે માટે પોતાના પૌત્ર અને પૌત્રીના લગ્નથી જ આઠ જેટલી બાબતોમાં  પહેલ કરીને રઘુવંશી સમાજને નવો રાહ ચિંધ્યો છે, જેને બારાડી રઘુવંશી સમાજ પછી સૌરાષ્ટ્રના ઘણાં લોહાણા  મહાજનોએ આવકારીને અનુસરવાની જાહેરાત પણ કરી છે.

તાજેતરમાં જ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) ના પૌત્ર મંથન અને પૌત્રી જીસાના લગ્ન થયા તેમાં સુધરણાત્મક  પહેલ કરીને મોટાભાઈ તથા તેના સમગ્ર પરિવારે પ્રિવેડીંગ ફોટોગ્રાફી, પ્રસંગ દરમિયાન રૂપિયા ઊડાડવા, ફટાકડા ફોડવા,  બ્યુટીપાર્લરમાં બહાર તૈયાર થવા જવું તથા વરરાજાને ઊંચકવાની પ્રથાઓ સદંતર બંધ કરાવી હતી, અને ઉતારાની હદમાં  જ ડાંડિયારાસ, ચૂસ્ત સમયપાલન અને લગ્નવિધિને સન્માનપૂર્વકની પ્રાયોરિટી આપવા જેવા નિયમોનું ચૂસ્તપાલન કર્યું હતું.  આ લગ્નપ્રસંગમાં લોહાણા સમાજમાં લગ્નપ્રસંગોમાં આઠ જેટલા સુધારા દ્વારા સ્વયં અમલ કરીને રાહ ચીંધ્યા પછી હવે  તેનું અનુસરણ કરીને તથા હજુ પણ જરૂરી સુધારા-વધારા કરીને લોહાણા પરિવારો ચૂસ્ત સમયપાલન સહિતના નિયમોનું  સ્વયં લગ્નપ્રસંગો ઉજવતા પરિવારો જ ચૂસ્ત પાલન કરશે, તો એમ કહી શકાય કે હવે લોહાણા પરિવારોના લગ્નો-પ્રસંગો  પણ સમયોચિત રીતે જ સંપન્ન થશે. જો આવું થશે તો 'લોહાણાના લગ્નમાં મોડું તો થાય જ ને?' તે પ્રકારનું એક પ્રકારનું  કલંક પણ દૂર થઈ જશે ખરૃં ને?

કોટેચા, સામાણી, રાયઠઠ્ઠા,

રાયચુરા પરિવારોની પહેલ

એકાદ દાયકા પહેલા જ્યારે મારી મોટી દીકરી ટીનાના શુભ લગ્ન રાજેનકુમાર વિનોદભાઈ સામાણી સાથે બીજી જૂન  ર૦૧૩ ના દિવસે પોરબંદરમાં કર્યા, ત્યારે લગ્નપ્રસંગમાં શક્ય તેટલી સમયબદ્ધતા, શિસ્તબદ્ધતા અને સુધારણાત્મક પહેલ  પછી જ્યારે મારી નાની દીકરી પ્રિતીના શુભ લગ્ન દર્શનકુમાર સુભાષભાઈ રાયઠઠ્ઠા સાથે દ્વારકામાં તા. ૧ર મી ડિસેમ્બર  ર૦૧પ ના દિવસે નિર્ધારિત કર્યા ત્યારે આ રિવેલ્યુશનરી કોન્સેપ્ટને આગળ વધારીને એક જ દિવસે સવાપાંચ આના, ચુંદડી  ઓઢાડવાની વિધિ, લગ્નસમારંભ અને હસ્તમેળાપ તથા જાનવિદાય સુધીના તમામ શુભમુહૂર્તો તથા આગતા-સ્વાગતા,  વરઘોડો, ડાંડિયારાસ, ભોજન સમારંભ સહિતના પ્રસંગો સમયબદ્ધ રીતે છતાં ખૂબજ ધામધૂમથી સંપન્ન થયા હતાં, અને  નવદંપતીનું રિસેપ્શન પણ તે જ દિવસે રાત્રિના આનંદપૂર્વક સંપન્ન થઈ ગયું હતું. આ પ્રકારનું શિસ્તબદ્ધ આયોજન કરવામાં  પણ વેવાઈ સુભાષભાઈના મામા અને બારાડી લોહાણા સમાજના અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુર(મોટાભાઈ) નું તે સ મયે પણ પ્રેરણાદાયક સમર્થન મળ્યું હતું. આમ કોટેચા, સામાણી, રાયઠઠ્ઠા પરિવારો દ્વારા લોહાણા સમાજમાં લગ્ન  પ્રસંગોના રિફોર્મ્સનો કોન્સેપ્ટ નાના પાયે અમલમાં મૂક્યો અને હવે જ્યારે બારાડી લોહાણા સમાજના આદરણિય વડા તથા  ઉદ્યોગપતિ, સમાજસેવી અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા મોટાભાઈ દ્વારકાદાસભાઈ રાયચુરાએ આઠ જેટલા  રિફોર્મ્સનો પોતાના પારિવારિક પ્રસંગથી જ અમલ શરૂ કરાવતા આ આઠ સુધારાઓ ઉપરાંત પણ સુધારાત્મક પહેલ થશે  અને અંતે રઘુવંશી સમાજના જ પરિવારો માટે ફળવાયી નિવડશે, તેવી આશા જાગી છે.

નવી પેઢીમાં જાગૃતિ

લગ્નપ્રસંગોમાં સમયબદ્ધતા, શિસ્તબદ્ધતા અને થોડા મક્કમ બનીને પણ બિનજરૂરી પરંપરાઓ બંધ કરવાની દિશામાં સ માજિક જાગૃતિ વધી રહી છે, અને હવે નવી પેઢીમાં પણ જાગૃતિ આવી છે. રિફોર્મ્સની શરૂઆત 'સ્વયં'થી જ કરવાના  સિદ્ધાંતને અનુસરીને મારા પુત્ર પુનીતના લગ્ન ગારગી સાથે તાજેતરમાં રાજકોટમાં થયા, ત્યારે પણ તમામ સેરે મની-પ્રસંગોની શ્રૃંખલા પૂરેપૂરી ધામધૂમ સાથે, પરંતુ સમયમર્યાદા, શિસ્તબદ્ધતા અને ઉચિત ધાર્મિક વિધિ સાથે થાય, તે  માટે વેવાઈ જયેન્દ્રભાઈ કંટેસરિયા અને સમગ્ર કોટેચા-કંટેસરિયા પરિવારોએ જે પહેલ કરી, તેમાં નવદંપતી સહિતની નવી  પેઢીએ જે સહયોગ આપ્યો, તે જોતા એવું બહાનું હવે ચાલે તેમ નથી કે 'છોકરાઉં માનતા નથી'... વાસ્તવમાં માર્કેટીંગ  બેઈઝ અનેક પ્રકારની બિનજરૂરી અને પ્રસંગમાં વિલંબ કરતી નવી-જુની કેટલીક પરંપરાઓ દૂર કરીને પ્રસંગની પૂરેપૂરી  મોજ પણ માણી શકાય અને સમયપાલન તથા શુભમુહૂર્તો સચવાય, તે માટે હવે યુવાપેઢીની જાગૃતિ પણ કોટેચા-કંટેસરિયા  પરિવારના આ પ્રસંગે ઉજાગર થઈ હતી.

મંગલ પ્રસંગો-તિથિ-જન્મદિવસ

વગેરેની સેવાકીય ઉજવણીઓ

હમણાંથી મંગલપ્રસંગો તિથિ-તહેવારો તથા જન્મદિન વગેરેની ઉજવણીની સાથે રક્તદાન કેમ્પ, નેત્રયજ્ઞો, વિવિધ નિદાન- સારવાર કેમ્પો, વૃદ્ધો, વડીલો, બાળકો સાથે ઉજવણી, ભોજન, રાશન, ચીજવસ્તુઓનું નિઃશુલ્ક વિતરણ અને ઈ-કેવાયસી,  કાર્ડ-લિન્કીંગના કેમ્પો વગેરેનું આયોજન કરવાની પહેલ પણ થઈ રહી છે, જે આવકારદાયક છે. હાપાના જલારામ મંદિર  તથા અન્નક્ષેત્રની રોટલા સાથે નિરાધારોને ઓટલો (આશ્રય) આપનારની સેવાઓનો જલારામ રથ હોય કે ખીચડી ઘર  હોય, ઝુંપડપટ્ટીઓમાં જઈને લોકોને અલ્પાહાર-ભોજન કે ચીજવસ્તુઓનું વિતરણ હોય કે ઠંડીમાં ઠૂંઠવાતા લોકોને આશ્રય  હોય, આ સેવાઓને હવે સામાજિક, પારિવારિક કે વ્યક્તિગત સેવાઓ સાથે સાંકળવામાં આવી રહી છે, તે પણ સોશ્યલ  રિફોર્મ્સને જ વેગીલું બનાવે છે.

તાજેતરમાં જ જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈએ પોતાના જન્મદિવસ તથા મકરસંક્રાંતિના પર્વના સુભગ સમન્વયની  ઉજવણી પંચવિધ સેવાયજ્ઞો કરીને એક નવો રાહ ચિંધ્યો છે. નવરાત્રિના અનુષ્ઠાનોમાં ં શ્રેષ્ઠીઓ આ પ્રકારના સેવાકાર્યો  જોડતા હોય છે. જામનગરમાં મકરસંક્રાંતિના પર્વે આહિર સમાજના સમૂહભોજન સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જા મનગરમાં લોહાણા સમાજ દ્વારા વિવિધ પ્રસંગોએ તથા જલારામ જયંતીના સમૂહભોજન સાથે સાંકળીને પણ રક્તદાન  કેમ્પ, થેલેસેમિયા કેમ્પ, નિદાન કેમ્પ, ઈ-કેવાયસી કેમ્પ વગેરે સેવાકાર્યો તથા વિવિધ સમાજો દ્વારા થતી આ પ્રકારની  સેવાકાર્યોની પહેલ પણ સમાજ સુધારણાની દિશામાં મહત્ત્વપૂર્ણ કદમો જ ગણાયને?

પુત્ર જન્મની જેમ જ

દીકરીના જન્મની ઉજવણીઃ પેંડા વહેંચ્યા

કોટેચા-ભાયાણી પરિવારોની પહેલ

દીકરી-દીકરો એક સમાન છે અને પ્રથમ સંતાન જ્યારે કન્યા તરીકે જન્મે, ત્યારે તેની ઉજવણી પણ પુત્રજન્મની જેમ જ  થાય, ત્યારે એવું લાગે કે હવે સમાજમાંથી દીકરી-દીકરાનો ભેદભાવ ખતમ થવા લાગ્યો છે. આવું જ એક ઘરઆંગણાનું  દૃષ્ટાંત છે.

અમારા પરિવારમાં પહલેથી જ દીકરી-દીકરાનો ભેદભાવ નથી, પરંતુ સામાજિક-પરંપરાઓ મુજબ પહેલા ખોળે એટલે કે  પ્રથમ સંતાન તરીકે દીકરી અવતરે, તો પણ તેને પુત્રજન્મની જેમ જ વધાવવામાં આવે છે. તાજેતરના વર્ષોની વાત કરીએ તો  મારા ત્રીજા નંબરના ભાઈ અને 'નોબત'ના રાવલના પ્રતિનિધિ જિતેન્દ્રભાઈ કોટેચાના પુત્ર કેતનને ત્યાં પુત્રજન્મ થયો ત્યારે  જે રીતે પેંડા વહેંચ્યા, ઉજવણી કરી અને સેવાકાર્યો કર્યા તેવી જ પ્રસન્નતાથી તાજેતરમાં મારા બીજા નંબરના ભાઈ અને  નોટરી નીતિનભાઈ કોટેચાના પુત્ર પરાગને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે પણ જલેબી નહીં પણ દ્વારકા, રાવલ, જામનગર,  રાજકોટ અને અમદાવાદ સહિત સગા-સંબંધી-સ્નેહી મિત્રોને પેંડા પહોંચાડીને ઉજવણી કરવામાં આવી હતી. આ માટે  ભાયાણી પરિવારના રમેશભાઈ, અજીતભાઈ અને ચંદ્રેશભાઈ અને કેતનના સસરા રાજુભાઈ ભાયાણી વગેરેએ બન્ને  પ્રસંગોમાં સમાન પ્રકારની ઉજવણી કરતા કોટેચા પરિવાર તથા બન્ને ભાયાણી પરિવારોની સમાનતાની આ પહેલની પ્રશંસા  પણ થઈ હતી.

સામાન્ય રીતે આ પ્રકારે કન્યાજન્મની ઉજવણી હવે ઠેર-ઠેર થવા લાગી છે, પરંતુ હજુ પણ પહેલા ખોળે એટલે કે પ્રથમ  સંતાન તરીકે પુત્રજન્મની સ્વાભાવિક રીતે જ મહેચ્છા રહેતી હોય છે, ત્યારે આ પ્રકારની ઉજવણીઓના વ્યાપક  પ્રચાર-પ્રસાર થતો રહે, તો ઈશ્વર જે સંતાન આપે, તેને સ્વીકારીને તથા દીકરી જન્મે ત્યારે અંતરમનથી તેને પુત્રજન્મ જેટલી  જ પ્રસન્નતાથી ઉજવવાની માનસિક્તા પણ વધી શકે. દીકરી પિયર અને સાસરિયાના બન્નેની કુળદીપક બની શકે છે, તેથી તે  પણ દીકરા જેટલી જ વહાલી લાગવી જોઈએ, ખરૃં કે નહીં.?

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial