Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

દ્વારકાથી દિલ્હી સુધી ચૂંટણીનો માહોલ, કૌન જીતેગા?... કૌન હારેગા?

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી અને વસતિ-વિસ્તારની દૃષ્ટિએ નાનકડુ સ્ટેટ છે, પરંતુ દેશની રાજધાની હોવાથી વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ વધી જાય છે. તે ઉપરાંત છેલ્લી બે ટર્મથી 'વટ'થી અને જંગી બહુમતીથી જીતી રહેલી આમ આદમી પાર્ટી વિશ્વની સૌથી મોટી ગણાવાતી ભારતીય જનતા પાર્ટીને હંફાવી રહી છે, તે કારણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અન્ય રાજ્યોની સરખામણીમાં કાંઈક અલગ જ પ્રકારની રાજનીતિ અને રસાકસી ઊભી કરતી હોય છે. તેમાં પણ આ વખતે કોંગ્રેસે સક્રિયતાથી ચૂંટણીમાં ઝંપલાવતા આ ચૂંટણી વધુ રસપ્રદ અને રસાકસી ઉપરાંત ચોંકાવનારા પરિણામો લાવનારી પણ બની શકે છે.

ચૂંટણી માટે મતદાનના દિવસ પહેલા જ ભાજપને જબ્બર ઝટકો લાગ્યો અને દિલ્હીમાં દાયકાઓથી ભાજપ માટે દિવસ-રાત એક કરીને કામ કર્યું હોવાના દાવા સાથે ભાજપના દિગ્ગજ ગણાતા એક નેતાએ રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ઉસ્થિતિમાં તેમણે જે કાંઈ કહ્યું છે, તેનો સારાંશ એવો નીકળે છે કે ભારતીય જનતા પક્ષે એક એવા ઉમેદવારને દિલ્હીની વિધાનસભામાં ટિકિટ આપી છે, જે કાર્યકરની ક્ષમતા પણ ધરાવતો નથી. ટૂંકમાં ભાજપમાં નિષ્ઠાપૂર્વક વફાદારીપૂર્વક વર્ષોથી કામ કરનારાઓની કદર થતી નથી, અને અન્યાય થાય છે, તેવા મતલબની આ નારાજગી કદાચ ભાજપમાં ટોપ ટુ બોટમ સુધી પ્રગટી રહી છે અને તેની અવગણના થઈ રહી છે, તેવા તારણો પણ નીકળી રહ્યા છે. દિલ્હીના એ નેતા જેવી જ વાતો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પણ થઈ રહી છે, અને તેની અસરો રાજ્યની વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર થઈ શકે છે. ગુજરાતમાં પણ ભાજપના જુના અને નિષ્ઠાવાન-વફાદાર કાર્યકર્તાઓની અવગણના થઈ રહી હોવાની રાવ ઊઠી રહી છે અને કેટલાક જિલ્લાઓમાં તો આ આંતરિક અસંતોષ એટલી હદે સપાટી પર આવી ગયો છે કે ખુલ્લેઆમ આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, અને પત્રિકાયુદ્ધ તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ છૂટોછવાયો અસંતોષ, નારાજગી અને અગણના વિદ્રોહમાં ફેરવાઈ જાય તે પહેલા ડેમેજે કંટ્રોલ કરવાની દિશામાં હવે દિલ્હીની ચૂંટણી સંપન્ન થયા પછી હવે હાઈકમાન્ડ ધ્યાન આપશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો હોય તેમ જણાય છે.

આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અને તે દરમિયાન જે કાંઈ બની રહ્યું છે, તે આપણી નજર સામે જ છે. આક્ષેપો-પ્રતિઆક્ષેપો, ફરિયાદો તથા કાવાદાવા વચ્ચે છેલ્લી ઘડીના દાવપેચ અજમાવાઈ રહ્યા હોય તેમ નાથી લાગતું?

દિલ્હીમાં ભાજપની જેમ આંતરિંક સંતોષ આમ આદમી પાર્ટીમાં પણ છે, પરંતુ તે સપાટી પર અવી રહ્યો નથી. આ બન્ને પક્ષોની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ એકજુથ થઈને લડી રહી હોય, તેમ જણાય છે, જો કે કોંગ્રેસને ગુમાવવા જેવું કાંઈ નથી, પરંતુ ભાજપ-આમ આદમી પાર્ટીથી વિમુખ થયેલા મતદારોનું સમર્થન મળી જાય તો દિલ્હીમાં કોંગ્રેસ માટે આ વખતે રિવાઈવલ (પુનઃ મજબૂત) થવાની ઉજળી તકો છે, તેમ નથી લાગતું?

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કેટલાક સ્થળે અન્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત કેટલાક મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે, ત્યારે ૧૬ મી ફેબ્રુઆરી સુધીમાં થનારા પ્રચાર પર સૌની નજર મંડાયેલી છે.

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે, અને આ નગરપાલિકાાઓમાં કેટલીક બેઠકો બિનહરિફ પણ થઈ છે. જિલ્લાની જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ફોર્મ ચકાસણી અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની મુદ્ત પૂરી થયા પછી કુલ ર૩ર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજનસમાજની પાર્ટી અને આમ આદમી પાર્ટી તથા કેટલાક સ્થળે અપક્ષ ઉમેદવારો પણ ફાઈટ આપી રહ્યા હોવાથી ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણી રસપ્રદ બનવાનીછે. બીજી તરફ દ્વારકા-ભાણવડ-સલાયા નગરપાલિકાઓની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થયા પછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર ધમધમવા લાગ્યો છે. ત્રણ નગરપાલિકાઓ પૈકી સલાયામાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં હોવાની પણ ચર્ચા છે.

હાલારમાં ત્રણ નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી-પેટાચૂંટણીઓમાં ઉતાર-ચઢાવ થતા રહ્યા છે. રાજ્યમાં ત્રણ દાયકાથી સત્તારૂઢ ભારતીય જનતા પક્ષનું પ્રભૂત્વ હોવા છતાં પાટીદાર આંદોલન પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું ધોવાણ થયું અને ભારે પછડાટ લાગી હતી, પરંતુ તે પછી ભાજપે જોરદાર કમબેક કર્યું અને ફરીથી મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભગવો લહેરાયો હતો. જોઈએ, આ વખતે મતદારોનો જનાદેશ કોને મળે છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial