ગુજરાતમાં એકસમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવાનો વિચાર એક મહત્ત્વપૂર્ણ કાનૂની અને સામાજિક મુદ્દો છે. આ સંહિતા લાગુ કરવી એ ભારતીય બંધારણના આર્ટિકલ ૪૪ હેઠળનો નિર્દેશક સિદ્ધાંત છે, જે દેશના નાગરિકોને ધાર્મિક પદ્ધતિઓથી સ્વતંત્ર કરી અને એકસમાન કાનૂની પ્રણાલી હેઠળ લાવવાનો પ્રયાસ કરે છે.
ગુજરાત સરકારની તાજેતરની પહેલ
૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં એકસમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક સમિતિ રચવાની જાહેરાત કરી હતી. આ સમિતિ રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે જરૂરી ડ્રાફિટંગ અને સંશોધનનું કામ કરશે. સમિતિની અધ્યક્ષતા સુપ્રિમ કોર્ટની નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈ કરશે.
આ સમિતિમાં કાયદાના નિષ્ણાતો, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ અને સામાજિક પ્રતિનિધિઓ સામેલ છે, અને તેને ૪૫ દિવસની અંદર સરકારને અહેવાલ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલું ગુજરાત સરકારના કાનૂની અને નીતિગત રૂષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે, અને તે રાજ્યમાં ન્યાયસંગત અને સમાન નાગરિક કાનૂન લાવવા માટેના પ્રયાસોનો ભાગ છે.
યુસીસી હેઠળ આવરી લેવાયેલા મુદ્દાઓ
યુસીસી લાગુ થયા બાદ, લગ્ન્ન, છૂટાછેડા, દત્તક, વારસો અને પરિવાર સંબંધિત તમામ મુદ્દાઓ માટે એકસમાન કાનૂન લાગુ થશે. હાલમાં, વિવિધ ધર્મો માટે અલગ્ન-અલગ્ન કાનૂની પદ્ધતિઓ છે, જેના કારણે ઘણી વાર ન્યાય અને સમાનતાના અભાવને કારણે વિવાદ સર્જાય છે. યુસીસી લાગુ થવાથી નીચેના મુદ્દાઓ પર એકસમાન કાનૂન લાગુ કરવામાં આવશેઃ
૧. લગ્ન અને છૂટાછેડાઃ લગ્ન માટે સમાન ઉંમર, પરસ્પર સંમતિ, અને છૂટાછેડાની પ્રક્રિયાને સરળ બનાવવી, તેમજ વિવિધ ધર્મો માટે અલગ્ન-અલગ્ન લગ્ન અને છૂટાછેડાના કાયદાઓને સમાન બનાવવામાં આવશે, જેનાથી તમામ નાગરિકો માટે સમાન કાનૂની માળખું ઉપલબ્ધ થશે.
૨. દત્તક લીધેલ બાળકોના અધિકારોઃ દત્તક લેવાની પ્રક્રિયા અને દત્તક લીધેલા બાળકોના અધિકારો માટે એકસમાન કાનૂન બનાવવામાં આવશે, જે તમામ નાગરિકો માટે સમાન હકો સુનિશ્ચિત કરશે.
૩. વારસાગત હકોઃ મિલકતના વારસાગત હકો માટે એકસરખું કાનૂન લાગુ કરવામાં આવશે, જેનાથી તમામ નાગરિકો માટે સમાન વારસાગત અધિકારો સુનિશ્ચિત થશે.
૪. ભરણપોષણના અધિકારોઃ સ્ત્રીઓ માટે એકસમાન ભરણપોષણ કાનૂન લાગુ કરવો, જેથી દરેક મહિલાને તેમના કાનૂની હકો પ્રાપ્ત થઈ શકે.
૫. લિવ-ઇન સંબંધો અને તેમની નોંધણીઃ લિવ-ઇન સંબંધોની કાનૂની માન્યતા અને તેમની ફરજિયાત નોંધણી માટે કાનૂન બનાવવામાં આવશે, જેનાથી આવા સંબંધોમાં રહેનાર વ્યક્તિઓના અધિકારોનું સંરક્ષણ થશે.
૬. બહુપત્નીત્વની નાબુદ્ધિકરણઃ એક પતિ-એક પત્ની સિદ્ધાંતને કાનૂની સ્વીકાર આપીને બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવો, જેનાથી લગ્ન્ન સંસ્થાની પવિત્રતા અને સમાનતા સુનિશ્ચિત થશે.
યુસીસી લાગુ કરવાથી થનારા લાભો
૧. એકરૂપતા અને ન્યાયઃ દેશના તમામ નાગરિકો માટે એકસરખા કાનૂન લાગુ થશે, જેનાથી ન્યાયની સમાનતા પ્રાપ્ત થશે.
૨. મહિલાઓ માટે વિશેષ સુરક્ષાઃ હાલમાં કેટલીક પરંપરાઓ મહિલાઓ માટે ભેદભાવજનક છે. યુસીસી લાગુ કરવાથી સ્ત્રી-પુરૂષ સમાનતા અને મહિલાઓના અધિકારોનું સંરક્ષણ થશે.
૩. કાનૂની સરળતાઃ વિવિધ નાગરિક કાનૂનોને એકસમાન બનાવવાથી કાનૂની જટિલતાઓ ઘટશે અને નાગરિકોને કાનૂન સમજવામાં સરળતા રહેશે.
૪. સામાજિક સમરસતાઃ સમાન કાનૂનથી તમામ સમુદાયોમાં સમરસતા અને એકતા વધશે, જે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવશે.
યુસીસી લાગુ કરવાથી થનારા પડકારો
૧. ધાર્મિક આસ્થાઓ સાથે સંઘર્ષઃ કેટલાક સમુદાયો માનતા હોય છે કે તેમની ધાર્મિક પરંપરાઓને આઘાત પહોંચશે. તેથી, તમામ સમુદાયોની ભાવનાઓનું માન રાખીને સંહિતાનું પ્રણયન કરવું જરૂરી છે.
૨. કાનૂની જટિલતાઓઃ જો યુસીસીનું ડ્રાફ્ટિંગ સ્પષ્ટ નહીં હોય, તો ભવિષ્યમાં કાનૂની વિવાદો ઊભા થઈ શકે છે. તેથી, ચોક્કસ અને સ્પષ્ટ ડ્રાફ્ટિંગ જરૂરી છે.
૩. વિવિધ સંસ્કૃતિઓની જરૂરિયાતોઃ વિવિધ સંસ્કૃતિઓની વિશિષ્ટ પરંપરાઓને ધ્યાનમાં રાખીને સંહિતાનું પ્રણયન કરવું પડકારરૂપ છે.
જનસહભાગિતાની આવશ્યકતા
યુસીસીનું સફળ અમલીકરણ જનસહભાગિતા વિના સંભવ નથી. ગુજરાતના નાગરિકોએ તેમની સૂચનો અને અભિપ્રાયો સરકારી સમિતિને પાઠવવા જોઈએ, જેથી યુસીસી સર્વસમાવિષ્ટ અને ન્યાયપ્રદ બને. આ કાયદો માત્ર એક નીતિગત વિ મર્શ નથી, પરંતુ તે રાજ્યના ભવિષ્ય માટે એક મજબૂત કાનૂની માળખું ઊભું કરવાનું પગલું છે.
વિશ્વના અનેક દેશોએ એકસમાન નાગરિક કાનૂન અમલમાં મૂક્યાં છે. ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ, અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોમાં નાગરિક કાનૂન સર્વજનહિત અને ન્યાયસંગત બનાવવામાં આવ્યો છે. ભારત માટે પણ, આ એક મજબૂત કાનૂની સંહિતા બનાવી શકાય છે જે તમામ નાગરિકોને સમાન હકો આપે.
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની પહેલ એક મહત્ત્વપૂર્ણ કાનૂની અને સામાજિક ક્રાંતિ છે. જો યુસીસીનું ડ્રાફ્ટિંગ સુસંગત, ન્યાયસંગત અને સર્વસમાવિષ્ટ રીતે કરવામાં આવશે, તો તે રાજ્ય અને દેશ માટે એક મજબૂત ન્યાય સંહિતા લાવી શકે છે.
તેથી, સરકાર અને નાગરિકો બંનેએ આ પ્રક્રિયામાં સમાન ભાગ લેવાની જરૂર છે, જેથી એક ન્યાયપ્રદ અને સમાન કાનૂન ગુજરાતમાં અમલમાં આવી શકે.
ધ્વનિ લાખાણી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial