Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

છોટીકાશીમાં મહાશિવરાત્રિની થશે ભવ્ય ઉજવણીઃ પરંપરાગત શિવ શોભાયાત્રા નીકળશે

સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી નગરભ્રમણ પછી ભીડભંજન મહાદેવના મંદિરે થશે સંપન્નઃ ૨૫ ફ્લોટ જોડાશે

જામનગર તા. ૨૨: છોટીકાશીમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૪૩ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચુમ્માલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી ૨૬ ફેબ્રુઆરીને મહાશિવરાત્રિના પર્વના દિવસે ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૮ સંસ્થાના ૨૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે. ભગવાન શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે. જે શોભાયાત્રા નાગેશ્વર મંદિરથી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પરીપૂર્ણ થશે, અને મહાઆરતી યોજાશે.

શોભાયાત્રા ના રૂટ પર ૮૩ જેટલા સ્થળોએ સ્વાગત કરાશે, તેમજ જુદા જુદા શિવભક્તો દ્વારા ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરીને પ્રસાદ વિતરણ પણ કરાશે.

જામનગર શહેર 'છોટી કાશી* ના ઉપનામથી વિશેષ વિખ્યાત છે. શહેર જિલ્લામાં શિવભકતોની બહોળી સંખ્યા  છે. જામનગરમાં સ્થાપિત વિવિધ શિવાલયો પણ શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ બેનમૂન તેમજ ભાવિકોના શ્રદ્ધા કેન્દ્ર સમા છે. પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પર્વની જામનગર શહેરમાં ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે અને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન પણ પ્રતિવર્ષ હાથ ધરાય છે.

 શિવશોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ તા. ૨૬ ફેબ્રુઆરીને મહાશિવરાત્રિ પર્વના દિવસે સવારના ૧૦ થી ૧૨ શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને આશુતોષ મહાદેવજીની પૂજા શહેરના અગ્રણી દંપતીઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન-અર્ચન  અને દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યારપછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખીને વાજતે ગાજતે સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી બપોરે ચાર કલાકે શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે. સમગ્ર શિવશોભાયાત્રાના કાર્યક્રમને પાર પાડવા માટે પાલખી સમિતિના ૭૦ થી વધુ શિવભક્તો એક જ રંગના ધાર્મિક સૂત્રોનું ચિત્રણ કરેલા એક સરખા ભગવા રંગના ઝભ્ભા ધારણ કરશે, અને ખભે ખેસ તેમજ ઓળખપત્ર સાથે શોભાયાત્રાનું સંચાલન કરશે. ચાંદી મઢીત સાગના લાકડાની વિશાળ પાલખી ઊંચકનારા ભાવિક સભ્યો આઠ કલાક ચાલનારી સમગ્ર શોભાયાત્રા દરમિયાન ખૂલ્લા પગે જોડાશે.

શોભાયાત્રામાં મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફલોટ), શિવસેના (૧ ફ્લોટ), સતવારા સમાજ (૪ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), ભગવા યોદ્યા સંઘ (૪ ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (૨ ફલોટ), ભગવા રક્ષક (૩ ફલોટ), હિન્દુ સેના (૨ ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ),મહા સેના (૨ ફ્લોટ) વિરાટ બજરંગ દળ (૧ ફ્લોટ), વી.ડી. સિક્યોરિટી ગ્રુપ સહિતના મંડળો દ્વારા ૨૫ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવશે.

સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રદ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે તેમજ ભગવાન શિવજીના પાત્રો સાથેના અને ધાર્મિક પ્રસંગો ચલિત શોભાયાત્રા દરમિયાન રજૂ કરાશે, જેથી શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી.જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાશે.

 બપોરે સાડા ત્રણ વાગ્યે નાગેશ્વર વિસ્તારમાં આવેલા પૌરાણિક સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્સ હાઇસ્કૂલ, હેડ પોસ્ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉનહોલ થઈ રાત્રે ૧૨.૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રિના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.

 આ વખતે સતત ૪૪મા વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે. જેના કન્વીનર તેમજ સહ કન્વીનર તરીકે ૩ સભ્યોની નિયુકિત કરવામાં આવશે. મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ)ના માર્ગદર્શન હેઠળ અનેક શિવભકતો દ્વારા સફેદ રંગના વસ્ત્રો તેમજ સંસ્થાના ઓળખપત્રો તથા કેસરી ખેસ ધારણ કરી શોભાયાત્રાનું સંચાલન કરાશે. જેઓ શોભાયાત્રાના રોકાણ, સંચાલન સાથે સતત શોભાયાત્રા દરમિયાન ખડે પગે જ રહેશે. શોભાયાત્રા દરમિયાન ઉદ્ભવનારી સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ બનશે. શોભાયાત્રામાં જોડાનારા તમામ મંડળો અને ચલિત ફલોટ્સ ધારકો પણ આ સંકલન સમિતિના નેજા હેઠળ જ ભાગ લેશે.

 આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જ્ઞાતિમંડળો, સેવા સંસ્થાઓ, યુવક મંડળો, ધાર્મિક સંગઠનો, મિત્ર મંડળો, વેપારી મંડળો, અગ્રણી વ્યાપારીઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રનાં વિસ્તારો ધજા-પતાકા, મંડપ, કમાન, રોશનીથી શણગારવામાં આવશે. તેમજ જ-તે વિસ્તારમાંથી પસાર થનારી શિવશોભાયાત્રાનું સ્વાગત કરશે. જેમાંના કેટલાક મંડળો દ્વારા પોતાના સ્થાનિક વિસ્તારમાં ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંકસ, સૂકીભાજીની પ્રસાદીની સમસ્ત ભાવિકજનો માટે સેવા પૂરી પાડશે. જેમાં નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, કોળી સમાજ-નાગેશ્વર, હિતેશભાઈ બાંભણીયાના ગ્રુપ, રામદેવ મિત્ર મંડળ, કેશરિયા હનુમાન મિત્ર મંડળ, કોમી એકતા ગ્રુપ-ઢોલીયા પીર દરગાહ પાસે, કોમી એકતા ગ્રુપ-સોનાપુરી પાસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, નવયુવક મિત્ર મંડળ, પટેલ રેસ્ટોરન્ટ-નાગનાથ નાકા પાસે, મહાદેવ ક્લાસીસ, વિશ્વનાથ હોટલ ગ્રુપ, મહાવીર બેટરી પાસે, કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ મંડળ ખવાસ સમાજ, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્વાગત, પીડબ્લ્યુડી ડેલા પાસે મજૂર સંઘ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-બેડી ગેઇટ, ભારતીય જનતા પાર્ટી-બેડી ગેઇટ, બનાસ અલ્પાહાર (નારસંગભાઈ ઠાકોર ગ્રુપ),  ગુર્જર સુથાર કડિયા જ્ઞાતિ-હરિઓમ મિત્ર મંડળ- ટાઇગર ગ્રુપ-કડિયાવાડ, સ્વામિનારાયણ મંદિર-કોઠારી સ્વામી ચતુર્ભૂજદાસજી મહારાજ-જાયન્ટ્સ ગ્રુપ જનસેવા-દરેડ, બ્રહ્મ વિકાસ પરિષદ, શિવ શકિત સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ-નવી વાસ, હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્ટ, રણજીત રોડ-પંજાબ બેંક રિક્ષા એસો., દીપક ટોકીઝ રિક્ષા એસો., અલુભાઇ પટેલ ગ્રુપ-પંકજ સોઢા ફાઉન્ડેશન, ગણેશ મિત્ર મંડળ-વજીર ફળી, મનુભાઈ ભુવા ગ્રુપ ઇન્દુ મધુ હોસ્પિટલ પાસે, રાજેન્દ્ર રોડ વેપારી એસોસિએશન, સમસ્ત સતવારા સમાજ, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ- દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, નિરવભાઇ ગ્રુપ-બર્ધન ચોક, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ-માંડવી ટાવર પાસે, શ્રી યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્વ. શ્રી બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સેન્ટ્રલ બેંક મીઠાઇ એસોસિએશન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, શિવ મિત્ર મંડળ સેન્ટ્રલ બેન્ક, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, શિવ મિત્ર મંડળ, સૂર્યનારાયણ મંદિર, શારડા ફોરેકસ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જયમાતાજી હોટલ ગ્રુપ, બજરંગ ગ્રુપ-ભોજકભાઈ, શકિત યુવક મંડળ, સેતાવાડ, ગજ કેશરી યુવા સંગઠન ગ્રુપ (અવેડિયા મામા), નાગર ચકલા વેપારી એસોસિએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્પવૃષ્ટિ, વૈજનાથ એપાર્ટમેન્ટના રહેવાસી દ્વારા સુકી ભાજીનો પ્રસાદ, ગિરનારી યુવક મંડળ, શ્રી રામદૂત હનુમાનજી મંદિર પાસે મહાદેવ હર મિત્ર મંડળ, યંગ સોશિઅલ ગ્રુપ, ઓમકારેશ્વર ગ્રુપ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, અજુભાઈ ભરવાડ ગ્રુપ ભરવાડ સમાજ, ગાયત્રી ગરબી મંડળ, ભરતભાઈ ઢાપા, ત્રિશાલી ગ્રુપ મહેન્દ્રસિંહ ચૌહાણ, શુભમ્ રેસ્ટોરન્ટ (હિતેન્દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું પૂજન અને સ્વાગત કરશે.

 આ ભવ્ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રાજેશ વ્યાસ (મહાદેવ)એ જણાવ્યું છે.

મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી

મહાશિવરાત્રિ પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુદ્ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્વરૂપની પ્રતિમાને લઈને પ્રત્યેક ભકતજનો વિશેષ આસ્થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે શુદ્ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્યા છે.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરૂ ઉપરાંત અન્ય શિવ ભક્તો દ્વારા લલાટમાં ત્રીજુ નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. તદ્ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે. જ્યારે સોનાથી મઢીત શિવજીની પાઘડી તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત રજત મઢીત ભગવાન શિવજીનું સિંહાસન પણ તૈયાર કરાયું છે. જેની સાથે સાથે આશુતોષજી મહાદેવની સુવર્ણ યજ્ઞોપવિત (જનોઇ) તૈયાર કરવામાં આવી છે. શિવશોભા યાત્રામાં સમગ્ર સુવર્ણ અલંકારોથી સજ્જકરીને આશુતોષજીના સ્વરૂપે દર્શનાર્થે મુકવામાં આવશે, આ શિવરાત્રિએ જામનગરના શિવ પ્રેમી ભકતગણ સુવર્ણ અલંકારોથી સજ્જશિવજીના દર્શન નિહાળી ગદ્ગદ થશે.

શોભાયાત્રાના સંચાલન અને સંકલન માટે પાલખી, સંકલન,ફલોટ સમિતિ રચાઇ

હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા મહા શિવરાત્રિના પર્વે યોજાનારી શિવ શોભાયાત્રાના સફળ સંચાલન માટે ૪૬ સભ્યની સંકલન સમિતિની રચના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવશે, જેના કન્વીનર તેમજ સહ કન્વીનર તરીકે ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવશે તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રાજેન્દ્રસિંહ સોઢા, રમેશભાઇ વેકરીયા, વિનાયક ઠાકર, ધીમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રિજેશ નંદા, સંદીપ વાઢેર, ભાર્ગવ ઠાકર, નંદલાલ કણઝારીયા, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, અશોકભાઇ ઠકકર, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, ચંદ્રવદન ત્રિવેદી, કમલેશ પંડયા, દિપક ગાંધી, નિલેશભાઇ આચાર્ય, હેમલ ગુસાણી, કિશનભાઇ ગઢવી, જીમીભાઇ ભરાડ, નિરૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, યોગેશભાઇ જોષી, મયુરભાઇ હરવરા, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, મહાવિરસિંહ વાળા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્મીનભાઇ વ્યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, નિશ્ચિત પંડયા, ઉમેશભાઇ જોષી, દિવ્યરાજ ચાવડા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, ચિરાગ સોની, કાનાભાઇ મેતા, આશીષભાઇ નકુમ, સંદિપભાઇ સોનગરા, ચિરાગ ઝીંઝુવાડીયા, જયદિપસિંહ જાડેજા, દિપકભાઇ પિલ્લઇ, કિશન ફલીયા, રાહુલભાઇ નંદા, જય બખતરીયા, અભી મદાણી, રાહુલ ચૌહાણ, અમર દવે, વૈભવ રાવલ, સંદિપભાઇ સોલંકી, વિશાલભાઇ પંડયા, નિર્મળભાઇ સોલંકી, અજયભાઇ ગોસ્વામી વગેરેની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે.

આ ઉપરાંત ૭૦ સભ્યની પાલખી સમિતિ બનાવાઈ છે, જેઓ દ્વારા સમગ્ર રૂટ પર ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની આરાધના કરશે. જયારે બાકીના અન્ય ફલોટનું સંચાલન કરવા માટે ૨૪ સભ્યની ફ્લોટ સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેઓ શોભાયાત્રાના રૂટ પર તમામ ફલોટ્સનું સંચાલન કરશે.

સેતાવાડ વિસ્તારમાં ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે ભવ્ય ઇલેક્ટ્રોનિક આતશબાજી કરાશે

જામનગરના સેતાવાડ વિસ્તારના ગજ કેસરી યુવા સંગઠન દ્વારા ત્રણ વર્ષથી મહાશિવરાત્રિના પર્વની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવે છે, તેમજ ભગવાન શિવજીની પાલખીના સ્વાગત માટે પણ પ્રતિવર્ષ વિશેષ આકર્ષણો ઊભા કરાય છે.

જેમાં આ વખતે ભગવાન શિવજીના પાલખીના સ્વાગત સમયે ભવ્ય ઇલેક્ટ્રોનિકસ આતશબાજી ગોઠવવામાં આવી છે. અને જામનગરના શિવ ભક્તો માટે અનેરૂ આકર્ષણ ઊભું કરાયું છે. ગજ કેસરી યુવા સંગઠનની ટીમ દ્વારા સેતાવાડ વિસ્તારમાં ૨૦ ફૂટ બાય ૨૦ ફુટનું ટ્રસ્ટ ઊભું કરાયું છે, જેમાં પ્રથમ ટ્રસ્ટમાં કોઇલ ફાયર ગોઠવાઈ છે, જેમાં ૮ ગ્રુપમાં ૬ વખત એટલે કે કુલ ૪૮ કોઈલ ફાયર સાથે ભગવાન શિવજીની પાલખીનું સ્વાગત કરાશે. ત્યારબાદ બીજું ટ્રસ્ટ ગોઠવીને તેમાં રંગબેરંગી લાઈટો ગોઠવી આકાશમાં ઇલેટ્રોનિક્સના ૪૦ ફાયર કરીને પણ ભવ્ય સ્વાગત કરી નગરના આકાશને રંગીન બનાવી દેવામાં આવશે. તેમજ ૪૮૦ ક્રેકર ફાયરિંગ કરીને ભગવાન શિવજીની પાલખીને ભવ્ય આવકાર અપાશે.

 ઉપરોક્ત સ્થળે ગજ કેસરી યુવા સંગઠન દ્વારા હિન્દુ શબ્દ અંકિત કરેલા ૧૭ બાય ૨૦ ફૂટના વિશાળ કદના ભગવા ધ્વજને સમગ્ર શિવરાત્રિના દિવસ દરમિયાન લહેરાવવામાં આવશે, અને ભક્તિમય વાતાવરણ ઊભું કરાશે.

તેમજ ૨૫,૦૦૦ વોટની સાઉન્ડ સિસ્ટમ સાથે ડી.જે. ઓપરેટર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન ભગવાન શિવજીના અલગ અલગ ગીતો-ભજનોની ધૂન વગાડીને સેતાવાડ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરી દેવાશે. જે સમગ્ર તૈયારી માટે ગજ કેસરી યુવા સંગઠનની ટીમ એક માસથી જહેમત લઈ રહી છે.

પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરથી હાલાર હાઉસ સુધીનો સમગ્ર વિસ્તાર શણગારાશે

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજના આગેવાન હિતેશભાઈ બાંભણિયા દ્વારા આ વખતે ભગવાન શિવજીના ઉત્સવને ઉજવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, અને તેઓની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને ધજા-પતાકાથી શણગારવા માટેનું આયોજન કરાયું છે.

 શોભાયાત્રાના પ્રારંભના સ્થળ સિદ્ધનાથ મહાદેવના મંદિરથી છેક હાલાર હાઉસ સુધીના વિસ્તારમાં ભગવાન શિવજીની પાલખીનું સ્વાગત અને શોભાયાત્રામાં જોડાનારા શિવભક્તો માટે જુદા જુદા સ્થળે પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે માટે ઘણાં સમયથી તૈયારીઓ ચાલી રહી છે.

મહાશિવરાત્રિના પર્વે યોજાનારી ૪૪મી ચલિત શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણો

જામનગરમાં સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શોભાયાત્રા દરમિયાન પ્રતિવર્ષ વિશેષ આકર્ષણ ઊભા કરવામાં આવે છે, જેમાં ભગવાન શિવજીના સુંદર અને આકર્ષક ફલોટ્સની સાથે ડી.જે. અને પ્રસાદરથ સહિતના ચાર વાહનો જોડીને શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન શિવ અને પાર્વતીનું અવતરણ કરીને ભગવાન શિવજીના પાર્વતી વિનાના વિલાપના દૃશ્યો ભજવાશે. સાથો સાથ ૧૮ જેટલા તરવૈયા યુવાનો દ્વારા અઘોરીની વેશભૂષા ધારણ કરીને અલગ અલગ પિરામિડ રજૂ કરવામાં આવશે. તેમજ ભસ્મ રાસ પણ યોજાશે.

જેના માટે મોટા કદના ૩૦ બાચકા જેટલી ભસ્મ સમગ્ર સતવારા સમાજના બહેનોના ઘરમાંથી રસોઈ દરમિયાન એકત્ર થયેલી ભસ્મ ને એકત્રિત કરીને તેનો ભસ્મરાસ યોજાશે.

 આ ઉપરાંત ૧૩-૧૩ યુવાનોની અલગ અલગ બે ટુકડીઓ બનાવી છે, અને તેઓ દ્વારા આકર્ષક વેશભૂષા ધારણ કરીને સમગ્ર શોભાયાત્રાના રૂટમાં ઠેર ઠેર તલવાર રાસ નું પણ આયોજન કરાયું છે. જે સમગ્ર શોભાયાત્રાના રૂટમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલો ૧૮ ફૂટ ઉંચાઈવાળો રામેશ્વર મંદિર સાથેનો ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બનશે

જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા મુખ્ય કાર્યકર મેરૂભાઈની આગેવાનીમાં રાજપાર્ક વિસ્તારમાં સર્વે શિવ ભક્તો દ્વારા આ વખતે પણ નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. જે ટીમ દ્વારા રામેશ્વરમાં આવેલા વિશાળ કદના શિવમંદિર જેવી જ ૧૮ ફૂટના કદની શિવમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, અને તેના માટેનો ખાસ વિશેષ રથ બનાવાયો છે. જે રથમાં મંદિરનું નિર્માણ કરીને રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરાયું છે, અને શોભાયાત્રાની સાથે નગર ભ્રમણ કરશે. જે ફ્લોટ્સ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જામનગરના શિવ ભક્તોને આ મંદિરની સાથે ફોટો વિડીઓ અથવા સેલ્ફી ફોટો પડાવવા માટેની પણ તક અપાશે. આ ગ્રુપ દ્વારા રામેશ્વર મંદિરના ફલોટની સાથે ડી.જે. તેમજ પ્રસાદ વિતરણના રથને પણ જોડવામાં આવશે.

જામનગરના ભગવા રક્ષક ગ્રુપ દ્વારા ઉજ્જૈન મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને લોકોના દર્શનાર્થે મુકાશે

જામનગરના રાજપાર્ક વિસ્તારના ભગવા રક્ષક ગ્રુપ કે જેના સંચાલક આકાશભાઈની આગેવાની હેઠળ રાજ પાર્ક વિસ્તારના જ કેટલાક યુવકો દ્વારા ભગવાન શિવજીનો ઉત્સવ મનાવવા માટે આ વખતે પણ વિશેષ આકર્ષણ ઊભું કરાયું છે, અને ઉજ્જૈનમાં આવેલા ભગવાન શિવજીના મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ છે.

જેના માટે એક રથ તૈયાર કરીને તેમાં ઉજ્જૈન મંદિર જેવી જ પ્રતિકૃતિ બનાવાઇ છે, અને તેને ઝળહળતી લાઈટોથી સજાવીને શોભાયાત્રાના રૂટ પર જોડવામાં આવશે અને નગરજનોને આ શિવ મંદિરના દર્શનનો પણ લાહવો મળશે.

જે મંદિર સાથે સર્વે ભક્તોને ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી કરવા માટેની તક અપાશે. સાથો સાથ રથ ને ખેંચવા માટેની પણ તક અપાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial