ખંભાળિયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા
ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો ર૦૧૩ માં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી મોટાભાગની કચેરીઓ બની ગઈ છે. છેલ્લા કક્ષાની તમામ કચેરીઓ ખંભાળિય જિલ્લાના વડા મથકમાં ભળી ગયેલ છે, ત્યારે પી.જી.વી.સી.એલ.ની સુપ્રિ. ઈજનેરની કચેરી હજુ જામનગર જ હોય, લોકોને છેક ઓખાથી હર્ષદ, કલ્યાણપુરથી અુપ્રુવ માટે કે સુપ્રિ. ઈજનેરના કામ માટે જામનગર ધક્કો ખાવો પડે છે.
દ્વારકા જિલ્લામાં ભાણવડ, ખંભાળિયા વચ્ચે ખંભાળિયા તથા દ્વારકા કલ્યાણપુર વચ્ચે દ્વારકામાં કાર્યપાલક ઈજનેરની જિલ્લા કક્ષાની કચેરીઓ પણ આવેલી છે, ત્યારે સુપ્રિ. ઈજનેરની કચેરીઓ આવડી મોટી સંખ્યામાં કચેરીઓ હોવા છતાં પણ ના હોય પરેશાની થતી હોય. અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા સંબંધિતો તથા રાજ્યના પ્રભારી મંત્રીને રજૂઆત કરાઈ છે.
ખંભાળિયામાં જિલ્લાની વડી કચેરીઓ તથા મુખ્ય કચેરીઓ આવેલી છે ત્યારે અહીં અંડરગ્રાઉન્ડ વીજ વાયર ન હોય વીજવાયરો તૂટવાના બનાવો, પવનથી વીજ વિક્ષેપ થતો હોય, અંડર ગ્રાઉન્ડ વીજ વાયરો નાખીને દ્વારકાની જેમ અહીં વીજ પુરવઠો વ્યવસ્થિત ચાલે તે માટે માંગણી કરવામાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial