રિચાલિટી શો માં હોળી અંગે કરેલી ટિપ્પણી ભારે પડીઃ
મુંબઈ તા. રરઃ ફરાહ ખાન સામે ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ લાગ્યો છે, અને તેણી વિરૂદ્ધ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કોરિયોગ્રાફર ફરાહ ખાન મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ખરેખર બન્યું એવું કે ફરાહ નાન કુકિંગ રિયાલિટી શો 'સેલિબ્રિટી માસ્ટરશેફ'ને જજ કરતી જોવા મળી છે. તેના એક એપિસોડમાં ફરાહે હોળીના તહેવાર વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.
હવે ફરાહ ખાન વિરૂદ્ધ પોલીસમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉ (વિકાસ ફાટક) દ્વારા કરવામાં આવી છે.
એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ કહે છે કે ફરાહ ખાને લકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હોળીના અવસરે એક હિન્દુને 'છપરી' કહીને તેમણે યોગ્ય કાર્ય કર્યું નથી. આવી સ્થિતિમાં ફરાહ ખાન વિરૂદ્ધ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરાહ ખાને 'સેલિબ્રિટી માસ્ટર સેફ'ના એક એપિસોડમાં હોળીના તહેવાર પર કોમેન્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હોળી એ બધા છાપરી લોકોનો ફેવરીટ તહેવાર છે.' યુઝર્સને આ ગમ્યું નહીં. આવી સ્થિતિમાં યુઝર્સે ફરાહ ખાનની ટીકા કરવાનું અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
યુઝર્સે કહ્યું કે ફરાહે આ નિવેદનથી તેમની લાગણીઓને ઠેસ પહોચાડી છે. એક યુઝરે કોમેન્ટ કરી, શું તમે આવા બીજા તહેવારો વિશે વાત કરો છો? વાહિયાત હરકત. બીજાએ લખ્યું, 'આનો અર્થ શું છે છપરી? જુઓ કોણ બોલી રહ્યું છે!' ઘણાં યુઝર્સે ફરાહ ખાનની કોમેન્ટને ઈનસેન્સિટીવ ગણાવી છે. 'સેલિબ્રિટી માસ્ટર સેફ' ઉપરાંત તેના યુટ્યુબ બ્લોગમાં પણ જોવા મળે છે.
તાજેતરમાં જ ફરાહની મિત્ર સાનિયા મિર્ઝા તેના ઘરે રસોઈ બનાવવા આવી હતી. સાનિયાના દીકરા ઈઝાન સાથે મજા કરતી વખતે, ફરાહે ગાયક ઉદિત નારાયણના ચુંબન વિવાદની મજાક ઊડાવી હતી. વીડિયોની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફરાહની વાત સાંભળ્યા પછી ફક્ત સાનિયા મિર્ઝા જ નહીં, પણ યુઝર્સ પણ હસવાનું રોકી શક્યા નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial