Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મહાકુંભમાં રેકોર્ડબ્રેક ૬૦ કરોડથી વધુ ભાવિકોએ કર્યું ગંગાસ્નાનઃ શ્રદ્ધાના ઘોડાપૂર

શ્રદ્ધાળુઓની સાથે-સાથે પરિવહન ભાડા પણ વધ્યાઃ ફલાઈટ અનેકગણી મોંઘીઃ બસ ભાડુ આસમાનેઃ લોકલ રિક્ષા ભાડુ રૂ. ૧૦૦૦ !

પ્રયાગરાજ તા. ૨૨: પ્રયાગરાજના મહાકુંભમાં રેકોર્ડ ૬૦ કરોડ લોકોએ સ્નાન કર્યું છે. દિલ્હીથી પ્રયાગરાજ આવતી ફલાઈટ ૧૨ ગણી મોંઘી થઈ ગઈ છે અને પ્રયાગરાજમાં પાર્કિંગથી મેળા સુધી રિક્ષા ભાડું ૧૦૦૦ રૂપિયા વસુલાઈ રહ્યુ છે.

આજે મહાકુંભનો ૪૧મો દિવસ છે. મેળાના માત્ર હવે ૪ દિવસ બાકી છે. સીએમ યોગી આજે નવ કલાક મહાકુંભમાં રહેશે. મહાશિવરાત્રિ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે. નડ્ડા સંગમમાં સ્નાન કરશે.

આજે શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં, ૩૩.૧૦ લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૫૯.૬૪ કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. વીકેન્ડ પર, પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે. લોકોને ૫૦૦ મીટરનું અંતર કાપવામાં લગભગ બે થી ત્રણ કલાકનો સમય લાગી રહૃાો છે.

એન્ટ્રી પોઈન્ટ પર રોકાયેલા ભક્તોએ ઓછામાં ઓછું ૧૦-૧૨ કિમી સુધી ચાલવું પડે છે. જો કે, વહીવટીતંત્ર તેમની સુવિધા માટે શટલ બસો, ઈ-રિક્ષા ઓટોને જવા દે છે. હજારો બાઈકર્સ પણ મુસાફરોને લઈ જઈ રહૃાા છે. પરંતુ, તે તમામ મનસ્વી ભાડું વસૂલી રહૃાા છે.

જ્યારે ઓટો અને ઈ-રિક્ષા ચાલકો પ્રતિ કિમી રૂૂ. ૧૦૦ સુધી ચાર્જ કરી રહૃાા છે, ત્યારે બાઇક સવારો રૂ. ૫૦ મરજી મુજબ ભાડું વસૂલી રહૃાા છે. આવી સ્થિતિમાં લોકોને એન્ટ્રી પોઈન્ટથી મેળામાં પહોંચવા માટે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડે છે.

પ્રયાગરાજ પહોંચતા વાહનોને સંગમથી ૧૦ કિમી પહેલા રોકવામાં આવી રહૃાા છે. ત્યારબાદ, લોકોએ બાકીનું અંતર ચાલીને જવું પડશે.

આ દરમિયાન, શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે નિર્ણય લીધો છે કે ૨૪ ફેબ્રુઆરીએ ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ લેવાશે નહીં. આ દિવસની પરીક્ષા ૯ માર્ચે લેવામાં આવશે. ભીડને કારણે, પ્રયાગરાજની શાળાઓમાં ૮મા ધોરણ સુધીના વર્ગો ઓનલાઈન લેવામાં આવશે. પ્રયાગરાજ (યુપી-૭૦) માં નોંધાયેલા વાહનોને જ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial