પૂર્ણ પુરૂષોતમ શ્રીકૃષ્ણની રાજધાનીના મહાત્મયને ઝાંખુ કરવાનું કોઈ સંપ્રદાય વિશેષનું ગજું નથી
તાજેતરમાં ચાર ધામ પૈકીનાં એક એવા યાત્રાધામ દ્વારકા લઇને સંપ્રદાય વિશેષનાં પુસ્તકમાં થયેલ વિવાદિત ઉલ્લેખનો સમગ્ર સનાતન હિન્દુ ધર્મમાં વિરોધ થઇ રહૃાો છે અને યાત્રાધામ દ્વારકામાં પણ પ્રચંડ આક્રોશ અને વિરોધનાં સૂરો વહી રહૃાા છે ત્યારે સમગ્ર વિશ્વના અદ્ભુત અને અનન્ય પુસ્તક તરીકે જે સર્વમાન્ય છે એવા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલા ભગવાન શ્રી કૃષ્ણનાં વિરાટ વિશ્વરૂપ દર્શનને યાદ રાખવું જોઇએ.
શ્રી કૃષ્ણે અર્જુનનો વિષાદ દૂર કરવા વિરાટ વિશ્વરૂપ ધારણ કર્યુ ત્યારે તમામ દેવોનાં રૂપ તેઓમાં જ દેખાયા હતાં. શ્રી કૃષ્ણએ ગીતામાં કહૃાું છે કે તમે જે સ્વરૂપે મને પૂજો હું એ જ સ્વરૂપે તમને પ્રાપ્ત થાવ છું. અર્થાત કોઇપણ દેવની પૂજા કરો એ આખરે તો કૃષ્ણની જ આરાધના છે.
કોઇ સંપ્રદાય વિશેષ ભગવાનને પામવા પોતાનાં પુસ્તકમાં દ્વારકાને બદલે તેમનાં સંપ્રદાયનાં પ્રમુખ સ્થાને જવાનું સૂચવે તો એ સંપ્રદાયનાં મહંતો કે વિદ્ધાનોનાં સંકિર્ણ જ્ઞાન નો જ પુરાવો માની શકાય. ભગવાન શ્રી કૃષ્ણ સર્વ વ્યાપક છે એ ભગવદ ગીતામાં કહૃાું છે એ તો સૂક્ષ્મ અને આધ્યાત્મિક સ્તરનું સત્ય છે પરંતુ સ્થૂળ રૂપમાં પણ ચારધામ પૈકીનું એક ધામ દ્વારકા પાંચ હજાર વર્ષથી વધુ પ્રાચીન ઇતિહાસ ધરાવે છે. જ્યારે તેનાં વિશે સવાલો ઉઠાવનાર સંપ્રદાય વિશેષનો ઉદ્ભવ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલા થયો છે, તે સર્વવિદિત છે.
રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશની રાજધાની દ્વારકાનાં સમુદ્રમાં ડૂબી ગયા પછી શ્રી કૃષ્ણનાં પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા જગતમંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યુ હોવાનો તથા એ પછી કાળક્રમે શંકરાચાર્યજી દ્વારા મંદિરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાનો વલ્લભાચાર્યજીનો તથા શારદાપીઠની સ્થાપના સહિતનો હજારો વર્ષોનો ઇતિહાસ છે.જે અંગે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી દ્વારા પણ પોતાનાં નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દ્વારકાનાં અનન્ય મહત્ત્વને ધૂમિલ કરી પોતાનાં કે કોઈ સંપ્રદાયની પ્રસિદ્ધિ ચમકાવવાનો વ્યકતિ વિશેષ કે સંપ્રદાય વિશેષનો પ્રયાસ એ સૂર્યને ઝાંખો કહી કોઇ અન્ય જ્યોત કે તેજપૂંજને વધુ પ્રકાશવાન કહેવા જેવી હાસ્યાસ્પદ ચેષ્ટા જ કહી શકાય. દ્વારકાનું મહાત્મય અનેરૂ છે અને રહેશે કારણકે અહી શ્રી કૃષ્ણ રાજાધિરાજ તરીકે ભક્તોને આશીર્વાદ આપે છે.
સમગ્ર વિવાદને લઇને દ્વારકામાં વેપારી આગેવાનો પણ લડાયક મૂડમાં છે ત્યારે આ વિવાદ આગળ શું સ્વરૂપ ધારણ કરશે એ તો સમય જ કહેશે. કદાચ તાજેતરમાં વીરપુર શ્રી જલારામ મંદિર જેવી જ ઘટના બને અને દ્વારકા જગતમંદિરે આવીને સંપ્રદાય વિશેષનાં મહંતો માફી માંગે એવું પણ બની શકે. પરંતુ ભગવાન દ્વારકાધીશની રાજધાની દ્વારકાનાં મહાત્મયને ઘટાડવાનું કે તેનું આંકલન કરવાનું સામર્થ્ય કોઇ પણ વ્યક્તિ વિશેષ કે સંપ્રદાય વિશેષમાં નથી એ જ સર્વોપરી સત્ય છે કારણકે અહીં રાજાધિરાજ સ્વરૂપે બિરાજે છે.
આદિત્ય
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial