જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં
જામનગર તા. ૧: જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી લાલપુરમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરે અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતાં અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, ૭/૧ર પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કૂવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું. અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેક્ટરે અરજદારોના પરિવારની સ્થિતિ તેમજ આવક રોજગાર અંગેની માહિતી મેળવી લાગુ પડતી હોય તેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં લાલપુર મામલતદાર બી.વી. ભારવાડિયા, તેમજ તાલુકા સંકલનના અધિકારીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial