શનિદેવતાનું જન્મસ્થળ અને પનોતી માતાજીનું અજોડ મંદિરઃ
ખંભાળિયા તા. ૧: ભણવડના હાથલામાં શનિદેવના જન્મસ્થાને થતી અમાવસ્યાના ભાવિકો ઉમટી પડ્યા હતાં. ભાવિકો પનોતી ઉતારવા પણ ચહોંચ્યા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે શનિદેવનું અત્યંત પ્રાચીન તથા જન્મસ્થળ હોય, શનિ અમાવસ્યા તથા શનિદેવનો મીન રાશિમાં પ્રવેશ સાથે પાંચ ગ્રહના યોગનો પણ દિન હોય તથા કર્ક રાશિની અઢી વર્ષની પનોતી તથા મકર રાશિની સાડાસાતી પનોતી પૂર્ણ થતી હોય તથા ચાલુ પનોતીમાં રાહત માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતાં જેથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો તથા ગામના અગ્રણીઓ તથા પૂજારી દ્વારા વ્યવસ્થા પણ કરાઈ હતી.
વહેલી સવારથી જ પૂજન તથા પનોતી ઉતારવાની વિધિ કરવા માટે છેક અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા નજીકના ખંભાળિયા, જામનગર, પોરબંદર, દ્વારકા સહિતના સ્થળેથી લોકો ઉમટતા મંદિરમાં દર્શને તથા પૂજા માટે કતારો લાગી હતી.
અનેક ભાવિકો દ્વારા મંદિરમાં નૂતન ધ્વજારોહણ પણ કરાયું હતું. આફ્રિકાના જાણીતા જ્યોતિષી અને બ્રહ્મ અગ્રણી સંજયભાઈ થાનકી પણ જોડાયા હતાં. શનિ દેવની બન્ને મૂર્તિઓ તથા બન્ને પનોતી દેવીઓને સુંદર શ્રૃંગાર પણ કરાયો હતો તથા તેલ ચડાવવા અને નાળિયેર વધારવા ભાવિકો ઉમટ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, શનિવારથી જ બે રાશિમાં પનોતી ઉતરતા અને બે રાશિમાં પ્રવેશતા સમગ્ર ભારતના એક માત્ર પનોતી દેવી મંદિર તથા શનિદેવના જન્મસ્થાને ભાવિકો ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial