મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલના સંકેતો વચ્ચે
નવી દિલ્હી તા. ૧: આજે સવારે નવી દિલ્હીમાં કરાયેલી જાહેરાત મુજબ જે.પી. નડ્ડાના સ્થાને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ પર સંઘે પસંદગીનો કળશ ઢોળ્યો છે, અને મહારાષ્ટ્રના નેતાને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે.
એ.પી.એફ. ન્યૂઝ સર્વિસના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ફાયનલ પસંદગી માટે જ નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં જઈને મોહન ભાગવતને મળ્યા હતાં, અને એક મહિલા નેતા ઉપરાંત ગુજરાત, બિહાર અને મહારાષ્ટ્ર તથા યુ.પી.ના નેતાઓ સહિતની પાંચ નામોમાંથી અંતે મહારાષ્ટ્રના નેતા ફડણવીસના નામ પર મહોર લાગી હતી. તે પછી આ નિર્ણયને લઈને નવી દિલ્હીમાં ભાજપની ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી, જેમાં પી.એમ. મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા અને સંઘના એક કદાવર નેતા ઉપસ્થિત રહ્યા હતાં.
એવું કહેવાય છે કે, બિહારની વિધાનસભાની ચૂંટણીઓ લઈને બિહારના બે-ત્રણ કદાવર ભાજપ નેતાઓ પણ વિચારણા થઈ હતી, અને એક તબક્કે રવિશંકર પ્રસાદનું નામ પણ નક્કી થયું હતું, પરંતુ બિહારની રાજનીતિમાં તેની નેગેટીવ અસર પણ પડી શકે છે, તેવી આશંકા પછી રવિશંકર પ્રસાદ તથા ગુજરાત, યુ.પી.,પંજાબ અને હિમાલચ પ્રદેશના એક-એક નેતાઓને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખો બનાવવા અને કેટલાક વર્તમાન હોદ્દેદારોને રિપ્લેસ કરીને દક્ષિણ ભારત તથા પૂર્વાંતરના કેટલાક નેતાઓને પણ નવા પ્રમુખ દ્વારા વિવિધ રાષ્ટ્રીય હોદ્દાઓ પર નિયુક્ત કરાશે, જો કે આ અંગે હજુ માત્ર અટકળો જ થઈ રહી છે અને રવિન્દ્રપ્રસાદ સિવાય બીજા કોઈનું નામ સત્તાવાર રીતે ચર્ચાયું પણ નથી.
આજે આરએસએસના સ્થાપક અને સર સંઘસંચાલક ડો. કેશવ બલીરામ હેડગેવારની જયંતી છે. વર્ષ ૧૮૮૯ ની પહેલી એપ્રિલે તેઓનો જન્મ નાગરપુરમાં થયો હતો, અને ર૩ જૂન ૧૯૪૦ ના દિવસે તેઓનું નિધન પણ નાગપુરમાં થયું હતું. તેઓએ નાગપુરમાં વર્ષ ૧૯રપ માં દશેરાના દિવસે આરએસએસની સ્થાપના કરી હતી.
આજે જ્યારે કેટલાક રાજ્યોની ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાને બેવડી જવાબદારીમાંથી મુક્ત કરવા ફડણવીસ પર પસંદગીનો કળશ ઢોળાયો છે, અને તેની ડો. હેગડેવારના જન્મ દિવસે જ પહેલી એપ્રિલે જાહેરાત થઈ હોવાના અહેવાલો પણ વહેતા થયા છે, ત્યારે આ અર્ધસત્યને સાંકળીને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પક્ષની નવી બોડી પણ આશ્ચર્યજનક હશે, તેમ જણાય છે.
ફડણવીસને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જઈને તેના સ્થાને એકનાથ શિંદેને પુનઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવીને ભાજપે અજીત પવારની પાંખો કાપી હોવાની ચર્ચા વચ્ચે એવું પણ કહેવાય છે કે ભાજપ અજીત પવારને રાજ્યસભામાં લઈ જઈને કેન્દ્રિય મંત્રી બનાવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial