ગોવા શિપ યાર્ડ લિ. દ્વારા
જામનગર તા. ૧: ભારત સરકારના સાહસ (સંરક્ષણ વિભાગ) ગોવા શિપ યાર્ડ લિમિટેડના સીએસઆર હેઠળ કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર અને જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચાના પ્રયાસોથી જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં બ્લડ બેંક વિભાગને પ્લાઝમા બ્લાસ્ટ ફ્રીર્ઝર (કિંમત રૂ. ૧૯.૮ર લાખ), તેમજ મેડીસીન વિભાગને યુસીજી વીથ ઈકો કાર્ડિયોગ્રામ બે નંગ (કિંમત રૂ. ર૯.૩૬ લાખ) (કુલ કિંમત રૂ. ૯.૧૮ લાખ) ની ભેટ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગોવા શિપયાર્ડ કંપનીના સેક્રેટરી છાયાબેન જૈન, તેમના પતિ સૌરભભાઈ જૈન, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, હોસ્પિટલના સુપ્રિ. ડો. દિપક તિવારી, ડીન ડો. નંદીનીબેન દેસાઈ, મેડીસીન વિભાગના વડા ડો. મનિષ મહેતા, વિવિધ વિભાગોના વડા, કોર્પોરેશનના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો, અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગોવા શિપયાર્ડ કંપની દ્વારા હસમુખભાઈ હિન્ડોચાના પ્રયાસોથી અત્યાર સુધીમાં જી.જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં એક કરોડ રૂપિયાથી વધુ કિમતના છ ઉપયોગી મશીનોની ભેટ મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial