Sensex

વિગતવાર સમાચાર

જોડિયાના પરીક્ષા કેન્દ્રો પરથી ધોરણ-૫ના અભ્યાસુ ૫૦૫ વિદ્યાર્થીએ આપી સીએટીની પરીક્ષા

ધોરણ-૬ અને ધોરણ-૧૨ની સ્કોલરશીપ માટે

જોડીયા તા. ૧: જોડીયા તાલુકામા ૨૨મી માર્ચના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ પ માં અભ્યાસ કરતા ૫૦૫ વિદ્યાર્થીઓએ જોડિયાના બે પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ ૬ થી ૧૨ ની સ્કોલરશીપ માટેની સીએટીની પરીક્ષા આપી. જેમાં ૧૨૦ ગુણના ૧૨૦ એમસીકયુ પ્રશ્નો પૂછવામાં આવ્યા. સીએટી મેરીટના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવનાર છે.

પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે એસઓપી મુજબ સુચારૂ આયોજન અને સંચાલન કરી ઉમેદવારો વિશ્વાસપૂર્વક અને નિર્ભય પણે પરીક્ષા આપી શકે તેમ જ આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થાય તેના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારી અને જિલ્લા શિક્ષણાઅધિકારી મેહતા, તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ઉર્મિબેન સાગઠીયા તથા જોડિયાના શ્રીમતી યુ. પી. વી. કન્યા વિદ્યાલય કેન્દ્રના સંચાલક ક્રિષ્નાબા ચુડાસમા અને સાંઈ વિદ્યાલય વિનોદભાઈ કાનાણીએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial