Sensex

વિગતવાર સમાચાર

જામનગરમાં આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવોનું સમિટ ઓફ ઓનરમાં સન્માન

ઉપસ્થિત મહાનુભાવોએ આયુર્વેદના પ્રચાર-જનજાગૃતિ અંગે વ્યકત કર્યા પ્રતિભાવોઃ

જામનગર તા. ૧: તાજેતરમાં જામનગરમાં આયુર્વેદ ક્ષેત્રના મહાનુભાવોનો સન્માન સમારંભ સમિટ ઓફ ઓનર યોજાયો હતો.

જામનગરમાં તાજેતરમાં બીએએમએસ પ્રેકિટસનર્સ એસોસિએશન, જામનગર દ્વારા ડો. તનુજા નેસરી (નવનિયુકત ડાયરેકટર, ઈટ્રા), ડો. વિનોદ ભંડેરી (નવનિયુકત જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ)ના સ્વાગત અને ડો. મુકુલ પટેલ (ઉપકુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર)ના વિદાય સમારંભ માટે સમિટ ઓફ ઓનર- મહાનુભાવોના સન્માન સમારોહના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો. તનુજા નેસરી (ડાયરેકટર, ટ્રાઈ)એ તેમના સંબોધનમાં જણાવ્યું કે આયુર્વેદના વૈશ્વિક સ્તરે પ્રસાર અને પ્રચાર કરવા માટે જામનગર ખૂબ અગત્યનો ભાગ ભજવવા જઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિન ઉપરાંત આયુર્વેદ ક્ષેત્રમાં બીજા ઘણા વિકાસ કાર્યો જામનગરમાં થશે.

ડો. વિનોદ ભંડેરી (જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ), જે જામનગર આયુર્વેદ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ-દૃષ્ટિ અને પ્રયત્નોથી આયુર્વેદના પ્રચાર અને જનજાગૃતિ માટે અનેક સ્તેર ખૂબ મહત્ત્વના કાર્યો થઈ રહ્યા છે. અને આ જ કારણથી ફકત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર અને આયુર્વેદ દવાઓની સ્વીકૃતિ અને ઉપયોગિતા વધી રહી છે. આયુર્વેદ દવાઓની નિકાસમાં લગભગ ૫ ગણો વધારો થયો છે.

ડો. મુકુલ પટેલ (ઉપકુલપતિ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર)એ તેમના સંબોધનમાં કહ્યું કે આયુર્વેદ વિદ્યાર્થીઓ માટેનું સિલેબસ ખૂબ જ વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેથી તેઓ ભવિષ્યમાં અન્ય પદ્ધતિના ડોકટરોની સમકક્ષ પ્રેકિટસ કરી શકે. આ દલાયેલી શિક્ષણપ્રણાલી આયુર્વેદ માટે એક નવી ક્રાંતિ લાવશે.

આ ઉપરાંત ડો. જોગીન જોશી, ડો. વસોયા તથા ડો. કલ્પેશ રૂપારેલિયાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું. ત્રણેય મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું સાથે જ તાજેતરમાં ગુજરાતમાં શ્રેષ્ઠ આયુર્વેદ કિલનિક એવોર્ડના વિજેતા ડો. મેહુલ બારાઈ અને ડો. ધારા બારાઈનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આયુર્વેદ ડોકટરો હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ડો. સુશાંત સુદ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. દિનેશ ભેડા, ડો. મેહુલ બારાઈ, ડો. હિરેન જાદવ, ડો. વિશ્વાસ ચાંગાણી, ડો. ગૌતમ ધ્રુવ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial