બાળકોના આરોગ્ય પર જોખમ
સાધના કોલોનીમાં હમણાં જ કાર્યરત થયેલ આંગણવાડીના પ્રવેશદ્વાર પાસે જ કચરો-એંઠવાડ-પ્લાસ્ટીકના ડુચ્ચા ફેંકવામાં આવે છે. સિદ્ધિ વિનાયક મેઈન રોડ પર આવેલ આંગણવાડી પાસે કચરાનું જાણે મોટુ ડમ્પીંગ પોઈન્ટ બની ગયું છે. અહીં ગંદકી- કચરા- એઠવાડનખાયો હોવાથી ત્યાં માખી- મચ્છર- જીવાતોના ઉપદ્રવ અને દુર્ગંધના કારણે આંગણવાડીના બાળકોના આરોગ્ય પર જોખમ તોળોયેલું રહે છે. એટલું જ નહીં અહીં કચરો-ગંદકી ફેંકવા ઢોરના અડીંગા જામતા હોય, બાળકો ઢોરની ઢીકે ચડી જવાની પણ દહેશત રહે છે. મનપા તંત્ર દ્વારા તાકિદે આ ગંદકી દૂર કરવા અને અહીં કચરો ન ઠલવાય તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial