Sensex

વિગતવાર સમાચાર

નવા એસટી ડેપોમાં ખિસ્સા કાતરૂનો આંગળીનો કરતબ

રૂ.૧૫ હજારનો મોબાઈલ સેરવાયોઃ

જામનગર તા.૧ : જામનગરના પ્રદર્શન મેદાનમાં કાર્યરત કરવામાં આવેલા એસટી ડેપોમાં પ્લેટફોર્મ નં.૮ પાસેથી ભાણવડના આસામીના ખિસ્સામાંથી રૂ.૧પ હજારનો મોબાઈલ સેરવી  ખિસ્સા કાવતરૂઓએ નવા ડેપોનું જાણે 'ઉદ્ઘાટન' કર્યું છે.

જામનગરના સાતરસ્તા નજીક આવેલા પ્રદર્શન મેદાનમાં થોડા દિવસ પહેલાં જ એસટી ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે તેમાં શનિવારે સવારે ભાણવડ શહેરના રણજીતપરામાં રહેતા જયપાલ નરોેત્તમભાઈ નકુમ નામના યુવાન બસની રાહ જોઈને પ્લેટફોર્મ નંબર ૮ પાસે ઉભા હતા.

આ વેળાએ ત્યાં થયેલી ગીર્દીમાં કોઈ શખ્સે લાભ લઈ જયપાલ નકુમના પેન્ટના ખિસ્સામાંથી ઓપો કંપનીનો રેનો-૧૧ મોડલનો રૂ.૧પ હજારની કિંમતનો મોબાઈલ સેરવી લીધો હતો. તેની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial