Sensex

વિગતવાર સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ કુખ્યાત શખ્સ સામે કરાયા પાસાઃ જેલમાં ધકેલાયા

અમદાવાદ, સુરત, વડોદરાની જેલમાં મોકલી દેવાયાઃ

જામનગર તા.૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્ત્વો સામે કડક પગલાં ભરાઈ રહ્યા છે. તે દરમિયાન ત્રણ શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ત્રણેયને અમદાવાદ, વડોદરા, સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા પોલીસે બુટલેગરો, ખનીજમાફીયા, ભૂમાફીયા વગેરે અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવાનું શરૂ કર્યા પછી એસપી નિતેશ પાંડેય ની સૂચનાથી સહદેવ જેઠાભાઈ પાબોદરા, લખમણ અરભમ ખુંંટી અને જયમલ સુડાવદરા ઉર્ફે જયલા મેર નામના ત્રણ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

તે દરખાસ્તોને મંજૂર કરાતા એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા સ્ટાફે ત્રણેય શખ્સને અટકાયતમાં લીધા હતા. જેમાં જયમલ સુડાવદરાને વડોદરા, સહદેવ જેઠાભાઈને સુરતની લાજપોર જેલ તથા લખમણ અરભમને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial