બે મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા.૧ : લાલપુરમાં રહેતા એક વૃદ્ધા તથા તેમનો પુત્ર અને અન્ય વ્યક્તિઓ રિસામણે ચાલ્યા ગયેલા આ વૃદ્ધાના પુત્રવધૂ સાથે સમાધાનની વાત કરવા ગઈકાલે જામનગર આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન બોલાચાલી થતાં વૃદ્ધા તથા તેમના પુત્ર પર બે શખ્સ અને બે મહિલાએ હુમલો કરી માર માર્યાે હતો.
લાલપુર શહેરની શિવનગર સોસાયટીમાં રહેતા હફીઝાબેન કાસમભાઈ ખાખી નામના વૃદ્ધા તથા તેમના પરિવારજનો ગઈ કાલે જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર સનસિટી-ર સોસાયટી સ્થિત આવ્યા હતા.
આ વૃદ્ધાના પુત્રવધૂ થોડા વખતથી માવતરે રિસામણે ચાલ્યા આવ્યા હોય તેના સમાધાન માટે વાત કરવા ગઈકાલે હફીઝાબેન તથા તેમના પુત્ર સહિતના વ્યક્તિઓ આવ્યા હતા. આ વેળાએ વાતચીત દરમિયાન મામલો બીચકતા બોલાચાલી થઈ હતી અને તે પછી સાજીદ ઈકબાલ ખાખી, સાહિલ ઈકબાલ, કુલસુમબેન ઈકબાલ, શબીના મુનીરભાઈ ખાખીએ હુમલો કર્યાે હતો. સાજીદે ઝાપટ મારી હતી ત્યારે માતાને છોડાવવા વચ્ચે પડેલા હફીઝાબેનના પુત્રને પણ માર મારવામાં આવ્યો હતો. કુલસુમબેન તથા શબીનાબેન પકડીને હફીઝાબેનને રૂમમાં લઈ ગયા હતા જ્યાં બેટથી સાહિલ તથા સાજીદે તેઓને ફટકાર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial