Sensex

વિગતવાર સમાચાર

લોકગાયિકાનો વીડિયો મોર્ફ કરી વાયરલ કરનાર ટોળકી પોલીસની ગિરફતમાં આવી

આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરની અટકઃ

જામનગર તા.૧ : ખંભાળિયા પંથકની એક લોકગાયિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર મોર્ફ કરીને વાયરલ કરનાર શખ્સો સામે લોકગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરને પોલીસે દબોચી લીધા છે.

ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા એક મહિલા ગાયિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેણીના સ્ટેજ પ્રોગ્રામના વીડિયો સાથે ખરાબ વીડિયો જોડી દઈ તે વીડિયોના ખૂણામાં અશ્લીલ વીડિયો જોડી તેણીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાે છે.

ઉપરોક્ત ફરિયાદ પરથી દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના માળી તાલુકાના દેવેન્દ્રસિંહ હસમુખ ચાવડા, બનાસકાંઠાના દીયોદરના વિષ્ણુ ગમન મકવાણા, પાટણના સીદ્ધપુરના મનોજ મહેન્દ્ર વાઘેલા, દાહોદના વિજય નરવત મુનીયા, સુઈ ગામના પ્રકાશ ધનજી ચૌહાણ, ડીસાના રાહુલ પોપટ છત્રાલીયા, થરાડના હિતેશ રમેશજી ઠાકોર, લાખણી ગામના માનસંગ શ્રવણ સોલંકી નામના આઠ શખ્સ તથા કાયદાથી સંઘર્ષિત પાંચ કિશોરની સંડોવણી જાહેર થઈ હતી. તમામ આરોપીઓને પકડવા માટે તજવીજ કરાયા પછી સાયબર ક્રાઈમ પોલીસે આઠેય આરોપી અને પાંચ કાયદાથી સંઘર્ષિત કિશોરની આઠ મોબાઈલ, વાઈફાઈના બે રાઉટર પકડી પાડી આરોપીની પૂછપરછ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial