Sensex

વિગતવાર સમાચાર

મફ્ત આપવાની માગણી કરી રેંકડીધારકને કરી નખાયું ફ્રેક્ચર

જામનગર તા.૧ : જામનગરના રણજીતનગરમાં ફળની રેંકડી કાઢતા એક યુવાન પર મફત ફળ આપવાની માગણી કરી એક શખ્સે પાઈપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ કરાઈ છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને રણજીત નગર પાસે જૂના હુડકામાં ફળની રેંકડી કાઢતા ભરત અશોકભાઈ ભકર નામના સિંધી યુવાન રવિવારે સાંજે પોતાની રેંકડી લઈને હુડકોમાં આવેલા પ્લે હાઉસ પાસેથી જતા હતા.  આ વેળાએ ત્યાં રહેતો સાંઈ ઉર્ફે હિતેશ જગદીશભાઈ દુલાણી નામનો શખ્સ આવ્યો હતો. તેણે મફતમાં ફળ આપવા માગણી કરતા ભરતે મફત આપવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા હિતેશે ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તેને રોકતા આ શખ્સે બાજુમાં આવેલી શાકની રેંકડીમાંથી છત્રીનો પાઈપ કાઢી ભરત પર હુમલો કરી તેના ઘા ઝીંકતા ભરતના હાથની આંગળી ભાંગી ગઈ છે. તેણે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial