Sensex

વિગતવાર સમાચાર

કલ્યાણપુરના સતાપરમાં કંકાસથી કંટાળી દંપતીનું વિષપાનઃ બંનેના સારવારમાં મૃત્યુ

કાલાવડના મોટા વડાળામાં મહિલાનો ગળાફાંસોઃ

જામનગર તા.૧ : કાલાવડના મોટા વડાળા ગામમાં રહેતા એક મહિલાએ પોતાના પતિને ધ્રોલના સણોસરામાં જ્ઞાતીના કાર્યક્રમમાં જવાની ના પાડી હોવા છતાં પતિ જતાં માઠું લાગી આવવાથી આ મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. જ્યારે કલ્યાણપુરના સતાપરમાં ખેતમજૂરી કરતા એક દંપતીએ રોજબરોજના કંકાસથી કંટાળી વિષપાન કર્યા પછી બંનેના મૃત્યુ નિપજ્યા છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં વસવાટ કરતા વિક્રમભાઈ ટપુભાઈ સાડમીયા નામના યુવાન ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં યોજાયેલા જ્ઞાતિના કાર્યક્રમમાં જવા માટે તૈયારી કરતા હતા. તેઓને પત્ની સવિતાબેને તે કાર્યક્રમમાં જવાની ના પાડી હતી.

આમ છતાં વિક્રમભાઈ કાર્યક્રમમાં જતા સવિતાબેનને માઠું લાગી આવ્યું હતું. તેણીએ ગઈકાલે સવારે પોતાના ઝૂંપડામાં ચુંદડી વડે લાકડામાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેણીને નીચે ઉતારી સારવાર માટે કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. વિક્રમભાઈ સાડમીયાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે તેઓનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં પરબતભાઈ માડમ નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ સુરતના બારડોલી તાલુકાના મોવાચી ગામના દિનેશભાઈ રાઠોડ તથા તેમના પત્ની ઉષાબેન વચ્ચે દારૂનો નશો કરી ઝઘડો કરવાની બાબતે ચણભણ થતી હતી. તે દરમિયાન રવિવારે ફરીથી આ દંપતી વચ્ચે ઝઘડો થતાં દિનેશભાઈ (ઉ.વ.૪૭) તથા ઉષાબેન (ઉ.વ.૪૫)એ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવારમાં ખસેડાયેલા બંને વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. સુકાભાઈ રણછોડભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial