Sensex

વિગતવાર સમાચાર

રણજીતનગરમાં મીની બસમાં ચલાવાતો લોહીનો વ્યાપાર પકડી પાડતી પોલીસ

પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હોઃ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ કબજેઃ

જામનગર તા.૧ : જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક મોટર સહિત બે વાહનમાં ચલાવાતો લોહીનો વ્યાપાર પોલીસે પકડી પાડ્યો છે. પૂર્વ પોલીસ અધિકારીના પુત્ર સહિત બે સામે ગુન્હો નોંધી બે વાહન, રોકડ, મોબાઈલ સહિત રૂ.૧પ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે. ગ્રાહક તરીકે આવેલો દ્વારકાનો શખ્સ નાસી ગયો હતો. પોલીસ દ્વારા તેની શોધખોળ કરાઈ રહી છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા નવા હુડકા નજીક એક શાળાની પાછળના બ્લોક નં.બી/૮ના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા એક મીની બસ જેવા વાહન તથા એક મોટરમાં શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી મળતા ઉદ્યોગનગર પોલીસચોકીનો સ્ટાફ પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ ગઈકાલે સાંજે ધસી ગયો હતો.

ત્યાં રાખવામાં આવેલી એક મીની બસમાં, તે બસ પાર્ક કરીને રાખવામાં આવેલી હોવા છતાં એસી ચાલુ હોવાનું અને તેમાં ચઢવાનો દરવાજો અંદરથી બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ સ્ટાફે તે દરવાજો ખોલાવતા તેમાંથી એક શખ્સ ઉતરીને નાસી ગયો હતો. જયારે અંદરથી બીજા રાજ્યમાંથી આવેલી યુવતી મળી આવી હતી.

તે યુવતીની પૂછપરછ કરાતા તેણીએ લોહીના વેપાર માટે આવી હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તે બસ પાસે જ ઉભી રાખવામાં આવેલી  જીજે-૧૦-બીઆર ૨૯૯૯ નંબરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી મોટરની તલાશી લેતા તેમાંથી  પોલીસ ઈન્સ્પેક્ટર લખેલું બોર્ડ જોવા મળ્યું હતું.

તે મોટરમાં રણજીતનગરમાં નવા હુડકામાં પ્રણામી સ્કૂલ પાછળ બ્લોક નં.સી/૯ના મકાન નં.૧૯રપમાં રહેતો અને પૂર્વ પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા નામનો શખ્સ મીની બસમાં બહારથી મહિલાઓને બોલાવી શરીર સંબંધ બાંધવા માટે ઉત્સુક વ્યક્તિઓને બોલાવી શરીરસુખ માણવાની વ્યવસ્થા કરી આપી લોહીનો વેપાર કરાવતો હોવાનું ખૂલ્યું છે. આ શખ્સ કમીશન તરીકે તેમાંથી પૈસા મેળવતો હોવાનું પણ પોલીસે નોંધી મોટર, મોબાઈલ, મીની બસ સહિત કુલ રૂ.૧૫,૫૪,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

પોલીસ કોન્સ. એમ.એમ. જાડેજાએ ખુદ ફરિયાદી બની અશોકસિંહ ઝાલા તથા મીની બસમાંથી ઉતરીને નાસી ગયેલા દ્વારકાના દિલીપ નામના શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. જ્યારે અશોકસિંહ ઝાલા પોલીસ કર્મચારી ન હોવા છતાં પોતાની મોટરમાં પોલીસ ઈન્સ. તરીકેનું બોર્ડ રાખીને છાકો પાડતો હોવાથી તેની સામે અલગથી ગુન્હો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial