Sensex

વિગતવાર સમાચાર

સોયલ ટોલનાકા પાસે મોટરના ચોરખાનામાંથી અંગ્રેજી શરાબના ૫૬૨ ચપલા સાથે બે ઝડપાયા

ધરારનગરમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૦ બોટલ પકડતી એલસીબીઃ

જામનગર તા.૧ : ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસેથી ગઈકાલે સાંજે એલસીબીએ ગોવાથી મોટરમાં ચોરખાનુ બનાવીને સંતાડીને લાવવામાં આવતી દારૂની ૫૬૨ નાની બોટલ પકડી પાડી છે. જથ્થા સાથે ઝડપાયેલા શખ્સોએ ગોવાના સપ્લાયરનું નામ આપ્યું છે. મોડીરાત્રે ધરારનગરમાં એક મકાનમાં દરોડો પાડી એલસીબીએ દારૂની નાની મોટી ૭૦ બોટલ સાથે એકને પકડી લીધો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર, અરજણભાઈ, ધર્મેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ગઈકાલે સાંજે સોયલ ટોલનાકા પાસે વોચ રાખવામાં આવી હતી.

તે દરમિયાન જીજે-૨૭-સીએમ ૫૭૮૬ નંબરની બ્રેઝા મોટર પસાર થતાં તેને રોકાવી એલસીબી સ્ટાફે ચકાસતા તેમાં બનાવવામાં આવેલા જુદા જુદા ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂના ૫૬૨ ચપલા નીકળી પડ્યા હતા. આ જથ્થા સાથે નગરના રણજીતસાગર રોડ પર હર્ષદ મીલની ચાલી નજીક નિલકંઠ સોસાયટીમાં રહેતા અકરમ મહંમદ બ્લોચ તથા સાધના કોલોનીવાળા બિપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સોની અટકાયત કરાઈ છે.

આ શખ્સોએ મોટરના દરવાજા, ટેલ લાઈટ વગેરે જગ્યાએ ચોરખાના બનાવી તેમાં દારૂના ચપલા સંતાડ્યા હતા. તે ચપલા એલસીબીએ શોધી કાઢી આ શખ્સોની અટકાયત કરી બે મોબાઈલ, દારૂનો જથ્થો, મોટર સહિત રૂ.પ,૬૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આરોપીઓએ દારૂનો જથ્થો ગોવાના સંજુ ઉર્ફે ગબ્બર પાસેથી આયાત કર્યાની કબૂલાત કરી છે.

જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં આવેલા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે એલસીબી સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૭૦ બોટલ મળી આવી છે. બોટલ, મોબાઈલ સાથે કિરીટસિંહની અટકાયત કરાઈ છે. તેણે પોતાના સાગરિત જયેન્દ્રસિંહ પરમાર ઉર્ફે જયલા ઢીંગલીનું નામ આપ્યું છે.

જામનગર-રાજકોટ રોડ પર હાપા પાસે મોટરના એક શો રૂમ નજીકથી ફલ્લા ગામનો પ્રકાશ અશોકભાઈ રાઠોડ નામનો શખ્સ દારૂની બોટલ સાથે મળી આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial