ઈકો મોટર પાછળ ટ્રક અથડાઈ પડ્યોઃ છકડાને મોટરે મારી ટક્કરઃ
જામનગર તા.૧ : જામનગર-કાલાવડ રોડ પર વરૂડી ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે નગરના ભાનુશાળી પરિવારના બાઈકને એક મોટરે ઠોકર મારતા પુત્ર, પિતા, દાદી ઘવાયા છે. હાપા પાસે મોટરને પાછળથી ટ્રકે ટક્કર મારતા મોટરમાં નુકસાન થયું છે. ત્રણ સપ્તાહ પહેલાં ધ્રોલ પાસે છકડાની પાછળ મોટર ટકરાઈ પડતા લૈયારાના છકડાચાલકને ઈજા થઈ છે.
જામનગરમાં રહેતા હંસાબેન કાંતિભાઈ નંદા, દીપકભાઈ કાંતિભાઈ નંદા, શ્યામ દીપકભાઈ નંદા સહિતના વ્યક્તિઓ ગઈકાલે કાલાવડ નજીક આવેલા રણુજામાં બીજ નિમિત્તે દર્શન કરવા માટે બાઈક પર રવાના થયા હતા.
ઉપરોક્ત પુત્ર, પિતા અને દાદી જ્યારે વરૂડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે એક અજાણી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી. રોડ પર પછડાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે ૧૦૮માં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ થઈ રહી છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં પટેલ સમાજ પાસે ગિરીરાજ પાર્કમાં રહેતા ચેતન સિંહ માનસંગ રાઠોડ ગઈકાલે રાત્રે જીજે-૧૩-એએમ ૯૫૪૬ નંબરની ઈકો મોટર લઈને રાજકોટથી જામનગર આવતા હતા ત્યારે હાપા નજીક જીજે-રપ-યુ ૯૮૦૪ નંબરના ટ્રકે પાછળથી ઠોકર મારી દેતાં મોટરમાં નુકસાની થઈ છે. ચેતનસિંહે પંચકોશી એ ડિવિ.માં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના લૈયારા ગામના રઘુવીરસિંહ અનોપસિંહ જાડેજા ગઈ તા.૧રની સવારે ધ્રોલ પાસેથી જીજે-૧૦-ટીઝેડ ૨૦૪૬ નંબરનો છકડો લઈ જતા હતા ત્યારે જીજે-૩-એનપી ૫૫૫૭ નંબરની મોટરે ઠોકર મારી હતી. ઈજા પામેલા રઘુવીરસિંહને સારવારમાં ખસેડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial