આરોપી કૌટુંબિક શખ્સે જામવંથલી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યાે આપઘાતનો પ્રયાસઃ
જામનગર તા.૧ : જામનગર નજીકના એક ગામમાં રહેતી અને ધો.૧૦માં અભ્યાસ કરતી તરૂણી પર થોડા મહિના પહેલાં તેણીના જ કૌટુંબિક અને પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ ગુજાર્યા પછી ગર્ભવતી બની ગયેલી આ તરૂણીએ મૃત બાળકને જન્મ આપ્યો છે. પોલીસ સ્ટેશને પહોંચેલા આ મામલામાં પોલીસે તે તરૂણીની માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન જેની સામે દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે તે શખ્સે જામવંથલી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યાની કોશિષ કરી છે.
જામનગર નજીકના એક ગામમાં વસવાટ કરતા પરિવાર ની ધો.૧૦માં અભ્યાસ કરતી અને પંદરેક વર્ષની પુત્રીને પેટમાં પીડા ઉપડતા તે તરૂણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં આ તરૂણી ગર્ભવતી હોવાનું ખૂલતા તેણીનો પરિવાર ચોંકી ગયો હતો.
ત્યારપછી આ તરૂણીને મૃત બાળકને જન્મ આપ્યો હતો. તે પછી તરૂણીના પરિવારે બેડી મરીન પોલીસને તેની જાણ કરી હતી અને તરૂણીની માતાએ પોતાની પુત્રી પર નજીકના જ કૌટુંબિક અને પાડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંેંધાવતા પોલીસે પચ્ચીસેક વર્ષના શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન આરોપીને પોલીસમાં ફરિયાદ થઈ છે તેની જાણ થતાં તેણે ગઈકાલે જામ વંણલી ગામ પાસે પહોંચી જઈ ત્યાં રેલવે ટ્રેક પર ઝંપલાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે છે. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગતા આ શખ્સ ગંભીર રીતે ઘવાયો છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તપાસ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial