દંડિત કરાયેલી કોલેજના જ આચાર્યની શંકાસ્પદ નિમણૂકથી ચર્ચા જાગી
જામનગર તા. ૧: જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે કોલેજને દંડ ફટકારવામાં આવ્યો હતો તે ભાવનગરની કોલેજના આચાર્યને હવે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મૂકવામાં આવતા ચર્ચા જાગી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના સહયોગથી જામનગર આયુર્વેદ સહિત ટ્રેડીશનલ મેડીસીન સેન્ટર બની રહ્યું છે.
બીજી તરફ ભાવનગરની આયુ. કોલેજના આચાર્ય વૈદ્ય નરેશ જૈનએ આયુ. યુનિ.ને જણાવ્યું હતું કે વર્ષ ર૦રર-ર૩ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના માર્કસની એન્ટ્રી કરવાની માનવીય ભૂલના કારણે રહી ગઈ હતી જેમાં યુનિવર્સિટીએ પરિણામ જાહેર નહીં કરવાનો નિર્ણય કરતા ભારે વિરોધ થવા લાગ્યો હતો.
આ વિરોધ સામે ગત્ તા. રર માર્ચ ર૦રપ ના યુનિ.એ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો રૂ. ૬૩,પ૦૦ નો દંડ ભરપાઈ નહીં કરવામાં આવે તો તેની કોલેજનું પરિણામ જાહેર થશે નહીં. આ અંગે યુનિ.ના બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દંડ ફટકારવાનો નિર્ણય પણ એક્ઝામિનેશન ડીફોલ્ટ્સ ઈન્કવાયરી કમિટી કે જેમાં આયુષ નિયામક ગાંધીનગર સભ્ય છે. તેણે કરેલ છે.
શંકાસ્પદ બાબત એ છે કે આ પ્રકરણ ચાલે છે, ત્યારે ભાવનગરના નરેશ કુમાર જૈનને યુનિ.ના વાઈસ ચાન્સેલર બનાવાયા છે. ત્યારે સવાલ એ છે કે તાજેતરમાં યુનિ.એ કોલેજના આચાર્ય તરીકે અનિયમિતતા બદલ દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તે હવે આ રકમ ભરપાઈ કરાવશે ખરા? તથા યુનિ.એ પ્રથમવાર ગત્ બે-ત્રણ વર્ષ આયુ. કોલેજમાં ચાલતી લાલીયાવાડી પકડી પાડી રાજ્યની ૮ કોલેજના ઈન્ટેકમાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને કુલ ૩૧ કોલેજમાંથી કોયડમની ધન્વન્તરિ આયુ. કોલેજનું જોડાણ વર્ષ ર૦રપ-ર૬ માટે રદ્ કરવાનું કડક પગલું લેવાયું હતું.
ઉપરાંત સરપ્રાઈઝ ચેકીંગ કરીને અનેક કોલેજ સામે કડક કાર્યવાહી કરી કુલપતિ મુકુલ પટેલ દ્વારા કરવામાં આવી હતી તથા કુલપતિ નરેશ જૈનએ જણાવ્યું કે તેઓ ચેકીંગ કામગીરી ચાલુ રાખશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial