સાંસદ ૫રિમલભાઈ નથવાણીની રજૂઆતને સફળતાઃ
ખંભાળિયા તા. ૧: પરિમલ નથવાણીની રજૂઆત પછી ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે ગંદા પાણીનો પ્રશ્ન હલ થશે. કરોડોની વહીવટી મંજુરી અપાઈ છે.
ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે તેલી નદીના કાંઠા પર બન્ને બાજુ આસપાસના લોકોની ગટરોનું ગંદુ પાણી આવતા ભારે ગંદકી થતી હોય તેનો ત્રાસ ભારે થતો હોઈ મહાપ્રભુજીના દર્શને આવતા વૈષ્ણવો તથા ભકતજનો ખૂબ પરેશાન થતાં હોય ખંભાળિયાના ધારાસભ્ય તરીકે હાલના રાજ્યના વન અને પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા ચૂંટાયા તે પહેલા જ મહાપ્રભુજીના પરમ ભકત તથા ખંભાળિયા બેઠકજીના વિકાસ માટે ખૂબ ફાળો આપનાર રાજય સભાના સાંસદ તથા રિલાયન્સના પરિમલ નથવાણી દ્વારા તેમને રજુઆત કરાઈ હોય રાજ્યમંત્રી બેરા દ્વારા આ બાબતને અગ્રતા આપીને તાજેતરમાં સત્તર કરોડ રૂપિયાના જંગી ખર્ચે બન્ને બાજુ ગટરમાં પાણી તો છેવટ સુધી નિકાલ થાય તથા તેના ઉપર લોકો ચાલી શકે તેવો રોડ પર બને બાજુ થાય તેવું આયોજન કરીને તેના માટે ગ્રાંટ ફાળવીને મંજુર થતાં વૈષ્ણવોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા તેલી નદીની સાથે ખંભાળિયાની ઘી નદીને પણ રામનાથથી છેક સ્મશાન સુધીના વિસ્તારમાં પણ બન્ને બાજુ ગટરો અંડર ગ્રાઉન્ડમાં પસાર થાય તથા ઉપર રસ્તાની સુવિધા થાય તેવું મંજુર કર્યુ જેની બજેટમાં પણ મંજુરી મળી છે. તથા તે માટેની નાણાકીય જોગવાઈ પણ થઈ છે. ઘી-તેલી નદીના ગટરના પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે રેકોર્ડ રૂપ ૨૮ કરોડ ઉપરાંતની રકમ ફાળવી છે. જે રાજ્યમાં કોઈ ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ફાળવેલ રકમનો રેકોર્ડ છે.!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial