અંદાજે ચૌદ કરોડના ખર્ચે થનારા બાંધકામ મુદ્દે જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાના કારણે કામ ખોરંભે ચડ્યું:
જામનગર તા. ૧: ગુજરાત સરકારના પશુપાલક વિભાગના નિયામકની કચેરીના પરિપત્ર મુજબ ઓક્ટોબર ર૦ર૪ માં રાજ્યના વિવિધ જિલ્લામાં પશુ દવાખાનાના બાંધકામોને મંજુર કરવામાં આવ્યા હતાં.
તે અંતર્ગત જામનગર જિલ્લામાં ૧૬ પશુ દવાખાનાના બાંધકામનો પણ સમાવેશ કરાયો હતો. જેમાં લાલપુર તાલુકામાં ખડખંભાળિયા, મોડપર, લાલપુર, મોટા ખડબા, જામજોધપુર તાલુકામાં સડોદર, શેઠવડાળા, ધ્રોળ તાલુકામાં લતીપુર, જામનગર તાલુકામાં દરેડ, દોઢિયા, પસાયા, ઘુડશિયા, શાપર, હડમતિયા, ભાદરા, બાલંભા અને કાલાવડ તાલુકામાં છતર ગામમાં પશુદવાખાનાના બાંધકામ માટે રૂ. ૧૪ કરોડ એક લાખ ત્રીસ હજાર મંજુર કરાયા હતાં.
આ મંજુરીને ઘણો સમય વિતી જવા છતાં હાલના ઈન્ચાર્જ ઈજનેર કામના ભારણનું બહાનું દર્શાવી ટેન્ડર પ્રક્રિયા કરતા નથી તેવી ચર્ચા ચાલી રહી છે. તમામ પશુદવાખાનાના એસ્ટીમેટ, ટીએસ સરકારમાંથી ઓલરેડી મંજુર થઈને આવી ગયા છે. છેલ્લા એકાદ મહિનાથી સંબંધિત અધિકારી ટેન્ડર પ્રક્રિયા કરતા નથી, જેથી બાંધકામ શાખા હવે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે તેવી શક્યતા છે.
આગામી તા. ૪-૪-ર૦રપ ના દિને જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાનાર બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની અને જવાબદાર અધિકારી સામે તેની જવાબદારી નક્કી કરવા સહિતની સૂચના આપી પશુ દવાખાનાના બાંધકામ ઝડપથી હાથ ધરાય અને પૂર્ણ થાય તે દિશામાં પગલાં લેવામાં આવશે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial