Sensex

વિગતવાર સમાચાર

ડીસામાં ફટાકડાની ફેકટરી સળગી ઉઠતા પાંચ શ્રમિકોના કરૂણ મૃત્યુ

બોઈલર ફાટ્યુ હોવાની આશંકા

ડીશા તા. ૧: ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગતાં પાંચ શ્રમિકોના મોત થયા છે. બનાસકાંઠાના ડીસા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી પાંચ શ્રમિકોના મોત થઈ ચુક્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે

આ લખાય છે ત્યારે આ ટીમ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી આગમાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. તે પછી ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. ફાયરની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહૃાાં છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. દુર્ઘટના દરમિયાન ફેક્ટરીમાં અનેક શ્રમિકો હાજર હતાં, જેમાંથી અનેક ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial