Sensex

વિગતવાર સમાચાર

જામ્યુકોને વર્ષ-૨૦૨૪-૨૫ માં મિલકત વેરાની રૂ. ૧પ૬.૪૭ કરોડની આવક

રૂપિયા ૩૧.૧૧ કરોડનો પાણી વેરો વસુલાયોઃ પત્રકાર પરિષદમાં અપાઈ માહિતી

જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાએ વર્ષ-ર૦ર૪-રપ ના નાણાકીય વર્ષમાં મિલકત વેરાની રૂ. ૧પ૬.૪૭ કરોડ, પાણી વેરાની રૂ. ૩૧.૧૧ કરોડ સહિત વિવિધ આવક મળી કુલ રૂ. ૪રપ કરોડથી વધુની આવક મેળવી છે.

જામનગર મહાનગર પાલિકાની બાકી વેરા વસુલાત માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળની રાહબારી હેઠળ ટેક્ષ શાખાએ વર્ષ દરમ્યાન સતત કડક વસુલાત કરતા સારી આવક મેળવી છે. મહાનગર પાલિકાએ મેળવેલ આવકની વિગતો આપવા આજે પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. જેમાં કમિશનર ડી.એન. મોદી, નાયબ મ્યુનિ. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મળ અને સિટી ઈજનેર ભાવેશ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ દરમ્યાન મિલકત વેરાની રૂ. ૧૫૬.૪૭ કરોડ, પાણી ચાર્જની રૂ. ૩૧.૧૧ કરોડ, ટાઉન પ્લાનીંગની રૂ. ૭૯.૯૭ કરોડ, એસ્ટેટ શાખાની આવક રૂ. ૮.૫૬ કરોડ, વ્હીકલ ટેકસની રૂ. ૧૦.૨૮ કરોડ, પ્રોફેશનલ ટેકસ રૂ. ૬.૩૦ કરોડ, રેવન્યુ ગ્રાન્ટ રૂ. ૧૦૦.૮૨ કરોડ અન્ય આવક રૂ. ૧૭ કરોડ મળી કુલ રૂ. ૪૨૫.૩૭ કરોડની રેવન્યુ આવક મળી છે.

તેની સામે અંદાજીત ખર્ચ રૂ. ૧૮૮.૭૯ કરોડ, ઓ એન્ડ એમ. ખર્ચ રૂ. ૫૧.૮૭ કરોડ, મળી કુલ રેવન્યુ ખર્ચ રૂ. ૪૦૮.૦૬ કરોડનો થયો છે.

જયારે સ્વ ભંડોળની કેપીટલ આવક રૂ. ૨૨ લાખ સામે ખર્ચે રૂ. ૨૧.૧૪ કરોડનો ખર્ચ થયો છે. કેપીટલ ગ્રાન્ટની આવક રૂ. ૪૩૮ કરોડની થવા પામી છે. તેની સામે ૫૦૦.૧૨ કરોડનો ખર્ચ કરાયો છે.

ડિપોઝીટની આવક ૯૮ લાખની અને સામે ખર્ચ રૂ. ૧.૦૭ કરોડની થવા પામી છે.

આમ તમામ આવક મળીને કુલ રૂ. ૮૯૫ કરોડ સામે ૯૫૦.૪૭ લાખનો ખર્ચ કરાયો છે. તેમ કમિશનર અને આસી. કમિશનર (ટેક્ષ)એ વિગતો આપતા જણાવ્યું હતું.

વધુમાં જણાવાયું હતું કે, મિલકત વેરાની આવક વધવા માટેનું મુખ્ય કારણ મિલકતની સંખ્યા વધી ઉપરાંત કડક ઉઘરાણી, ખાસ કરીને મિલકત જપ્તી, સાંકેતિક કબ્જા વગેરેનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં ૮૬૭ મિલકતોમાં સાંકેતિક કબ્જો મેળવાયો છે. તેમાંથી ૫૭ મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યા છે. ઉપરાંત જીઆઈડીસીની આવક પણ મળી છે.

જામનગરમાં ૩,૧૨.૩૬૯ મિલકતો નોંધાઈ છે. આ સામે કેટલ પોલિસીની થઈ રહેલ કડક કામગીરી અંગેની વિગતો આપના ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જામનગરમાં રસ્તે રઝળતા ઢોર સમસ્યા સર્જાતા હોવાથી કેટલ પોલિસીની કડક અમલવારી કરવામાં આવી રહી છે.

માલધારીના ઘરે જઈને અને શહેરમાંથી રસ્તે રઝળતા ઢોર પકડવામાં આવે છે. જો કે, શિફટીંગ માટે માલધારીઓએ સમય માંગ્યો હોવાની તેને મુદત આપવામાં આવી છે.

આમ છતાં અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ ૮૦૦ ઢોર શહેરની બહાર માલધારીઓ દ્વારા જ લઈ જવાયા છે. ઘાસનો જથ્થો સતત જપ્તીમાં લેવાની કામગીરી પણ ચાલી રહી છે. પાછલા બે વર્ષમાં આશરે ૯૦૦૦ ઢોર પકડવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial