છેલ્લા ઘણાં સમયથી અમેરિકન વેપારીઓ ખોટનો સામનો કરી રહ્યા છેઃ વ્હાઈટ હાઉસ
નવી દિલ્હી તા. ૧: અમેરિકન ચીજો પર ભારત ૧૦૦ ટકા ટેરિફ લગાવે છે, અને હવે જેવા સાથે તેવાનો સમય આવ્યો હોવાનું વ્હાઈટ હાઉસનું મોટું નિવેદન સામે આવ્યું છે.
અમેરિકા વિશ્વભરના દેશો પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા સજ્જ છે. વ્હાઈટ હાઉસે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો હોવાનું નિવેદન આપતા ભારત સહિત તમામ દેશો ચિંતિત બન્યા છે. વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું કે, ભારત અમેરિકાની કૃષિ પ્રોડક્ટ્સ પર ૧૦૦ ટકા ટેરિફ વસૂલે છે. સાથે અન્ય દેશ પણ ભારે ડ્યુટી વસૂલી રહ્યા છે, જેના લીધે અમેરિકન પ્રોડક્ટ્સનું માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. હવે જેવા સાથે તેવા થવાનો અમારો વારો આવ્યો છે.
યુરોપિયન યુનિયન અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સ પ૦ ટકા, જાપાન અમેરિકાના ચોખા પર ૭૦૦ ટકા, ભારત કૃષિ પ્રોડક્ટ્સ પર ૧૦૦ ટકા, કેનેડા અમેરિકન માખણ અને પનીર પર ૩૦૦ ટકા ટેરિફ વસૂલે છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ લેવિટે ચાર્ટ રજૂ કર્યો હતો. જેમાં ભારત, જાપાન અને અન્યદેશોના નામ સામેલ હતાં. જેમાં ત્રણ રંગનો સર્કલમાં ભારતનું નામ સામેલ હતું. ચાર્ટ રજૂ કરતા લેવિટે કહ્યું કે, વધુ પડતા ટેરિફના કારણે અમેરિકાની પ્રોડક્ટ્સની આયાત લગભગ અસંભવ બની જાય છે. છેલ્લા ઘણાં દાયકાથી અમેરિકાના વેપારીઓ ખોટનો સામનો કરી રહ્યા છે. હવે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો છે. પ્રમુખ ટ્રમ્પ ઐતિહાસિક બદલાવ લાગી રહ્યા છે. તેઓ અમેરિકાના નાગરિકો માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યા છે.
ગત્ મહિને ટ્રમ્પે જણાવ્યું હતું કે, વર્તમાન ટેરિફ અસ્થાયી છે અને ઓછો છે, પંરંતુ બે એપ્રિલથી 'જેવા સાથે તેવા'ની નીતિ હેઠળ ટેરિફ લાદવામાં આવશે અને તે આપણા દેશ માટે મોટો બદલાવ લાવશે. ત્યારપછી હાલમાં લેવિટે મીડિયા સમક્ષ ટેરિફનો મુદ્દો મૂડી આ નિવેદનનો પુનઃરોચ્યાર કર્યો હતો, જો કે લેવિટે ટેરિફ ક્યારે લાગુ થશે અને કેવી રીતે લાગુ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial