Sensex

વિગતવાર સમાચાર

નવા નાણાકીય વર્ષના પ્રારંભે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં રૂ. ૪૧નો ઘટાડો

આજથી ૧૨ લાખ સુધી ઈન્કમટેકસમાંથી મૂકિત, ટીડીએસ લિમિટ ૫૦ હજાર, ટીસીએસમાં રાહત, રિટર્ન ફાઈલીંગ, યુલિપ, ચેકના નિયમોમાં બદલાવ

નવીદિલ્હી તા. ૧: આજથી કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરના ભાવોમાં ૪૧ રૂપિયાનો ઘટાડો થયો છે. તે ઉપરાંત બજેટમાં થયેલી જાહેરાત મુજબના તથા કેટલાક સમયાંતરે થતા ફેરફાર પણ આજથી લાગુ થઈ ગયા છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાત્કાલિક અસરથી ૪૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી ખાદ્ય અને રસોઈના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને રાહત મળશે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર ૧,૭૬૨ રૂપિયા છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ, મુંબઈમાં ૧૯ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ૧,૭૧૪.૫૦ રૂપિયા (પહેલા ૧,૭૫૫.૫૦ રૂપિયા), કોલકાતામાં ૧,૮૭૨ રૂપિયા (પહેલા ૧,૯૧૩ રૂપિયા) અને ચેન્નાઈમાં ૧,૯૨૪.૫૦ રૂપિયા (પહેલા ૧,૯૬૫.૫૦ રૂપિયા) થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભારતમાં પણ, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ અને અન્ય બજાર પરિબળોના આધારે તેલ અને ગેસના ભાવમાં સુધારો કરે છે.

કોમર્શિયલ ન્ઁય્ ના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ ઘરોમાં રસોઈ માટે વપરાતા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રહયા છે. ગયા મહિને જ, ૧ માર્ચ, ૨૦૨૫ના રોજ, તેલ કંપનીઓએ મુખ્ય શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૬ રૂપિયાનો વધારો કર્યો હતો. ફેબ્રુઆરીમાં રૂ. ૭ના ઘટાડા પછી આ વધારો થયો છે, જે બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. વાણિજ્યિક એલપીજી સિલિન્ડરના ભાવમાં આ તાજેતરનો ઘટાડો ઇંધણના ભાવમાં અસ્થિરતાના વ્યાપક પેટર્નનો એક ભાગ છે, જે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ફેરફારોને પ્રતિબિંબિત કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ખોરાક અને રસોઈ સંબંધિત વ્યવસાયોને ખર્ચમાં અણધારી વૃદ્ધિનો સામનો કરવો પડયો છે. માર્ચ ૨૦૨૩ માં, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૫૨ રૂપિયાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો, જેના કારણે રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓના સંચાલન ખર્ચ પર અસર પડી. આ વધઘટ છતાં, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ ઘણા મહિનાઓથી યથાવત રહૃાા છે, જેનાથી સામાન્ય માણસને થોડી રાહત મળી છે.

આ ઉપરાંત પહેલી એપ્રિલ,૨૦૨૫થી બજેટમાં થયેલી જોગવાઈઓ સહિતના કેટલાક અન્ય ફેરબદલ લાગુ થઈ રહૃાા છે. નવા ટેક્સમાં રાહત, સામાન સસ્તું-મોંઘું સહિત અનેક ફેરફાર થયા છે.

રૂ. ૧૨ લાખ સુધીની આવક ઈન્કમટેકસ ફ્રી

ન્યૂ ટેક્સ રિજિમમાં હવે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. સાથે જ ૭૫ હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ રકમ થઈ જાય છે ૧૨.૭૫ લાખ રૂપિયા. ૨૦થી ૨૪ લાખની આવક પર ૨૫ ટકા ટેક્સનો નવો સ્લેબ જોડવામાં આવ્યો છે. પહેલા ૧૫ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગતો હતો, જે હવે વધીને ૨૪ લાખ થઈ ગઈ છે. જેના કારણે મિડલ ક્લાસને રાહત મળી છે.

ટીડીએસ લિમિટ

 

હવે ભાડાથી થતી આવક પર ્ડ્ઢજીની મર્યાદા ૨.૪ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે ૬ લાખ રૂપિયા સુધીની ભાડાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સિવાય સિનિયર સીટીઝન માટે હ્લડ્ઢના વ્યાજ પર ્ડ્ઢજીની મર્યાદા ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. પ્રોફેશનલ સર્વિસ પર ્ડ્ઢજીની લિમિટ ૩૦ હજારથી વધારીને ૫૦ હજાર કરવામાં આવી છે. આમ નાના મોટા વેપારી, મિડલ ક્લાસ અને સિનિયર સિટીઝન્સને ્ડ્ઢજીમાં રાહત મળી છે.

વિદેશ પૈસા મોકલવા પર રાહત

આ સિવાય જો તમે તમારા બાળકોના વિદેશમાં શિક્ષણ માટે પૈસા મોકલો છો તો ૧૦ લાખ રૂપિયા સુધીની રકમ પર કોઈ ્ઝ્રજી નહીં લાગે, અગાઉ આ રકમ ૭ લાખ રૂપિયા સુધીની હતી. અને જો એ પૈસા બેન્કથી લોન પર લીધા છે તો પણ ્ઝ્રજીની છૂટ આપવામાં આવી છે. અગાઉ ૭ લાખથી ઉપરની રકમ પર ૦.૫ ટકાથી ૫ ટકા સુધીનું ટીસીએસ કપાતું હતું, એના કારણે ટ્રાન્સફરમાં સમસ્યા આવતી હતી. પહેલી એપ્રિલથી શેર બજારમાં ડિવિડન્ડ મેળવવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી.

ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડના અકાઉન્ટમાં દ્ભરૂઝ્ર અને નોમિની ડિટેલ્સ અપડેટ કરાવવી જરૂરી રહેશે નહીંતર ડિમેટ અકાઉન્ટ બંધ થઈ જશે. બેન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે નહીંતર બેન્ક દંડ ફટકારશે.

રિટર્ન ફાઇલ કરવાનો નિયમ

ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવેથી ઍસેસમેન્ટ ઈયર બાદ ૨૪ મહિનાની જગ્યાએ ૪૮ મહિના સુધીનું અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે. પરંતુ ૨૪થી ૩૬ મહિના વચ્ચે ૬૦ ટકા એકસ્ટ્રા ટેક્સ તથા ૩૬થી ૪૮ મહિના વચ્ચે ૭૦ એકસ્ટ્રા ટેક્સ આપવો પડશે.

યુલિપ પર કેપિટલ ગેન ટેક્સ

યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારું વાર્ષિક પ્રીમિયમ અઢી લાખ રૂપિયાથી વધુ છે તો તે કેપિટલ એસેટમાં ગણાશે. ૧૨ મહિનાથી વધુ સમય સુધી રાખ્યું તો ૧૨.૫ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ અથવા ઓછા સમય માટે રાખો તો ૨૦ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગુ પડશે.

યુપીઆઈ અને બેન્કીંગ

પહેલી, એપ્રિલ ૨૦૨૫થી યુપીઆઈમાં લાંબા સમયથી ઈનએક્ટિવ ખાતા અબંધ કરી દેવામાં આવશે તથા જૂના નંબર લિન્ક કરાવવા જરૂરી રહેશે. એસબીઆઈ, એચડીએફસી, આઈડીબીઆઈ જેવી બેન્કમાં એફડી અને બચત ખાતા પર નવા વ્યાજદર આજથી લાગુ પડશે.

ચેકના ન્યિમમાં બદલાવ

હવેથી ૫૦ હજારથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી ચેક જાહેર કરતાં પહેલા તેની જાણકારી બેન્કને ઈલેકટ્રોનિક માધ્યમથી આપવામાં આવશે. જેથી છેતરપિંડી કરી શકાય નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial