Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

મળતિયાઓને માલામાલ કરવામાં મનપા નંબર વનઃ સ્ટાર રેઈટની સોગાદ

સ્થાયી સમિતિની સરવાણીઃ વિપક્ષનો વ્યંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩ઃ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક યોજાઈ અને તેમાં સ્ટાર રેઈટ, જીએસટી ડિફરન્સ અને ભાવફેર ચૂકવવાના લેવાયેલા નિર્ણય પછી ઈજારેદારોની ટૂકડીમાં આનંદ છવાયો હશે, પરંતુ વિપક્ષના નેતાઓના ભવાં તણાયા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. સ્ટેન્ડીંગ કમિટીએ સરકારી પરિપત્રને ટાંકીને સ્ટાર રેઈટમાં વધારો તથા જીએસટી તફાવતની ૩૩ કરોડ રૃપિયાથી વધુની જંગી સોગાદ અપાઈ હોવાનો ઉલ્લેખ કરીને જામનગર મનપાના વિપક્ષે વ્યંગ કર્યો છે કે આ સોગાદ કદાચ અણઘડ અને ધીમી ગતિના કામના ઈનામ સ્વરૃપે અપાઈ હતી.

ભાજપના મળતિયાઓના કામોમાં વધારે 'માલામાલ' કરવાની નીતિરીતિ અપનાવાઈ રહી છે. સરકારી પરિપત્રોને ટાંકીને નાણાકીય સહાયો તો તરત જ પીરસી દેવામાં આવે છે, પરંતુ મનપા હસ્તકના પ્રવર્તમાન કામોને લઈને થતી ફરિયાદો કે રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાતા નથી અને તંત્રો ગરબડોને છાવરવાના પ્રયાસો કરે, ત્યારે મિલીભગતની આશંકા વધુ દૃઢ બનીને વરવી વાસ્તવિક્તા પૂરવાર થાય છે. જામનગર મહાનગરપાલિકા ભલે ટ્રાન્સપરન્સીના દાવા કરે, પરંતુ વાસ્તવમાં 'અપારદર્શક' વહીવટ ચાલી રહ્યો હોવાની ટીકા પણ થતી રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial