જિ. પંચાયતમાં કલ્યાણકારી યોજનાના કાર્યોની સમીક્ષાઃ
ખંભાળિયા તા. ૨૩ઃ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકામાં યોજનાકીય કામગીરીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ દ્વારા કૃષિ, પંચાયત, સિંચાઈ, માર્ગ મકાન, આરોગ્ય, શિક્ષણ, આર્યુવેદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન સહિતના વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીનો ચિતાર રજૂ મંત્રી સમક્ષ કરી હતી. જેમાં મંત્રીએ તમામ વિભાગોની કામગીરી ઝીણવટપૂર્વક માહિતી મેળવી જન કલ્યાણકારી યોજનાઓ અમલ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ નાગરિકોના પ્રશ્નોને સત્વરે નિકાલ કરવા માટે લગત અધિકારીઓને જરૃરી સૂચનો આપ્યા હતા. ઉપરાંત કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા માટે તમામ વિભાગના અધિકારીઓને જરૃરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ.જોશી સહિત જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહૃાાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial