ભાવનગર-પાલિતાણાના વડીલો અને યુવાનોનુ ૨૦નું ગ્રુપ ફરવા ગયું હતું
અમદાવાદ તા. ૨૩ઃ પહલગામ આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્ર સહિત ૩ ગુજરાતીના મોત થતા શોક છવાયો છે.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. ૨૮ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ત્રણ ગુજરાતીઓનો સમાવેશ છે. જેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર (પિતા) સ્મિત યતીશભાઈ પરમાર (પુત્ર)નું મોત નીપજ્યું છે, તેઓ ભાવનગરના કાળીયાબીડના રહેવાસી છે. જ્યારે મંગળવારે સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળથીયાનું મોત નીપજ્યું હતું.
જ્યારે આતંકવાદી હુમલા બાદ કાળિયાબીડના પિતા-પુત્રનું મોત થતાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ હુમલામાં ભાવનગરના પર્યટકો પણ ઘાયલ થયાની જાણ થતાં ભાવનગર જિલ્લા કલેક્ટર-પોલીસ તંત્રે તુરંત હરકતમાં આવી ઈજાગ્રસ્ત અને ગુમસુદાના પરિવારજનો તેમજ જમ્મુ કાશ્મીર તંત્રના સતત સંપર્કમાં રહી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરંગ વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો.
જેમાં ભાવનગર શહેરના નવા ભરતનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલી જીએમડીસી કોલોની, મુખ્યમંત્રી આવાસ યોજનાની શેત્રુંજી રેસીડેન્સી, પહેલા માળે, ઈ-૧૦૪માં રહેતા વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી (ઉ.વ.૬૨)ને હાથની કોણીના ભાગેથી ગોળી વાગીને નીકળી જતાં તેમને લોહિયાળ હાલતમાં સારવાર માટે અનંતનાગ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
બીજી તરફ ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ભાવનગર અને પાલિતાણાથી સિનિયર સિટીઝન અને યુવાનોનું ૨૦ લોકોનું ગ્રુપ ગત ૧૬ એપ્રિલના ૧૫ દિવસના પ્રવાસે જવા નીકળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial