પહલગામ આતંકી હુમલા સામે દેશવ્યાપી આક્રોશ
શ્રીનગર તા. ર૩ઃ પહલગામના આતંકી હુમલા સમયના ભયાનક દૃશ્યો સામે આવ્યા છે અને ચીસા-ચીસ હતી. તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો. સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રુપને નિશાન બનાવ્યું જેમાં ર૮ લોકો મૃત્યુ પામી ગયા હતાં. ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જો કે આતંકીઓને પકડવા માટે સર્ચઓપરેશન પણ હાથ ધરાયું છે.
બીજી બાજુ આતંકી હુમલાના સમયનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જ્યારે આતંકીઓએ પર્યટકો પર હુમલા કરવાનું શરૃ કર્યું તો ઘટના સ્થળે કેવી દહેશત ફેલાઈ હતી. આ વીડિયોના માધ્યમથી એવો દાવો કરાયો છે કે આતંકીઓ હુમલો કરતા દેખાઈ રહ્યા છે. એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં કાશ્મીરની ખીણ દેખાય છે, પણ વીડિયોમાં લોકો ચીસાચીસ કરતા દેખાય છે. આતંકીઓએ જ્યારે હુમલો કર્યો તો લોકો આમતેમ પોતાનો જીવ બચાવવા માટે નાસતા દોડતા દેખાયા હતાં.
વીડિયો રેકોર્ડ કરનારા શખ્સનો પણ અવાજ સાંભળી શકાય છે, જેમાં તે ડરી ગયેલો આભાસ થાય છે અને સામે જોવા માટે કહી રહ્યો છે. એ સમયે જોરદાર ધડાકાનો અવાજ સંભળાય છે અને ચારેકોરથી ચીસાચીસ થવા માંડે છે. આ દરમિયાન અમુક લોકો નાસતા દેખાય છે. આ દૃશ્યનું વર્ણન ખરેખર મુશ્કેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial