Sensex

વિગતવાર સમાચાર

જામનગરનાં જોષી ક્લાસીસનાં વિદ્યાર્થીઓ બોર્ડની ધો. ૧૨ ની પરીક્ષામાં ઝળહળ્યા

સામાન્ય પ્રવાહમાં ક્લાસીસના ૮ વિદ્યાર્થીને એવન ગ્રેડ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિનેશ જોષી સર સંચાલિત જોષી ક્લાસીસ બોર્ડમાં ઊંચુ પરિણામ લાવવાની ઝળહળતી પરંપરા ધરાવે છે જે આ વર્ષે પણ ગૌરવપૂર્વક આગળ વધી છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ક્લાસીસનું ૧૦૦% પરિણામ આવ્યુ છે તેમજ ૮ વિદ્યાર્થી એવન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. દિનેશસર આ સિદ્ધિને જામનગરનાં કોચીંગ ક્લાસ જગતમાં આ વર્ષે અદ્વિતીય ગણાવે છે. તેમણે ઝળહળતુ પરિણામ મેળવનાર ક્લાસીસનાં વિદ્યાર્થીઓ સાથે 'નોબત' ની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને ભવિષ્ય તથા સપનાઓ વિશે વાત કરી હતી.

બાબીયા મોનિલનું સપનું છે સી.એ. બનવાનું

ક્લાસીસનાં વિદ્યાર્થી બાબીયા મોનિલે ૯૩.૭૧% ગુણ તથા ૯૯.૭૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરીવાર તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેનાં પિતા કિશોરભાઇ બિઝનેસમેન છે જ્યારે માતા સંગીતાબેન હાઉસવાઇફ છે.

સ્પોર્ટ્સનો શોખ ધરાવતો મોનિલ નિયમિત મહેનતનું સૂત્ર આપે છે. તેનું સપનું  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનુ છે.

રાઠોડ ધાર્મીને સી.એ.તરીકે કારકિર્દી ઘડવાની ઇચ્છા

ક્લાસીસની વિદ્યાર્થીની રાઠોડ ધાર્મીએ ૯૩.૨૯% ગુણ તથા ૯૯.૬૯ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગેકૂચ કરી છે. તેણીનાં પિતા મનિષભાઇ દરજી છે તથા માતા હેતલબેન ગૃહિણી છે. ડાન્સ અને સિંગીંગનો શોખ ધરાવતી ધાર્મી સી.એ. તરીકે કારકિર્દી ઘડવાનું લક્ષ્ય ધરાવે છે.

જયદિપ મંગેને બનવું છે આઇ.પી.એસ.

ક્લાસીસનાં વિદ્યાર્થી જયદિપ મંગેએ ૯૩.૨૯% ગુણ તથા ૯૯.૬૯ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવાની દિશામાં મજબૂત આગેકૂચ કરી છે એમ કહી શકાય. જયદિપનાં પિતા જેઠાનંદભાઇ ફ્રૂટના વેપારી છે જ્યારે માતા શારદાબેન ગૃહિણી છે. ક્રિકેટનો શોખ ધરાવતો જયદિપ મહતમ વાચન વડે સફળતા પ્રાપ્ત કરી હોવાનું જણાવે છે.

ચૌહાણ પલકને સી.એ. બની ફલક આંબવાની ઇચ્છા

ક્લાસીસની વિદ્યાર્થીની પલક ચૌહાણએ ૯૨.૨૯% ગુણ સાથે ૯૯.૪૩ પી.આર. મેળવી ઉજ્જ્વળ કારકિર્દી તરફ ડગલા ભર્યા છે. તેણીનાં પિતા વિજયભાઇ પૂર્વ સૈનિક છે તથા માતા રિમ્પલબેન ગૃહિણી છે. ડાન્સનો શોખ ધરાવતી પલક સી.એ.બનવા માટે પ્રતિબદ્ધ છે.

ચાંગાણી ક્રિશને

સી.એ.  મહેચ્છા

ક્લાસીસનાં વિદ્યાર્થી ચાંગાણી ક્રિશે ૯૧.૫૭% ગુણ સાથે ૯૯.૨૦ પી.આર. મેળવી ઝળહળતુ પરીણામ મેળવ્યું છે. તેનાં પિતા અશ્વિનભાઇ વેપારી છે જ્યારે માતા ક્રિષ્નાબેન ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી સફળતા મેળવનાર ક્રિશ ક્રિકેટનો પણ શોખ ધરાવે છે તથા સી.એ. તરીકે કારકિર્દી બનાવવા માટે સંકલ્પબદ્ધ છે.

મકવાણા અજયને સી.એ. બની જિંદગીમાં વિજય મેળવવાની તમન્ના

ક્લાસીસનાં વિદ્યાર્થી મકવાણા અજયએ ૯૧.૪૩% ગુણ સાથે ૯૯.૧૫ પી.આર. મેળવી સી.એ. બનવા માટેની પોતાની પ્રતિભાની ઝલક આપી છે એવુ કહી શકાય.તેનાં પિતા મુકેશભાઇ નોકરી કરે છે તથા માતા નીતાબેન ગૃહિણી છે. ક્રિકેટનાં શોખ ધરાવતા અજયએ નિયમિત ૫ કલાક વાચનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.

પણસારા ક્રિશાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાની ધગશ

ક્લાસીસની વિદ્યાર્થીની ક્રિશા પણસારાએ ૯૧.૪૩% ગુણ તથા ૯૯.૧૫ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે. તેણીનાં પિતા ભગવાનજીભાઇ ફોટોગ્રાફર છે તથા માતા શોભનાબેન ગૃહિણી છે. ટ્રાવેલિંગનો શોખ ધરાવતી ક્રિશાએ નિયમિત અભ્યાસથી ઊંચુ પરિણામ મેળવ્યુ છે. તેણીનો ભાઇ બ્રિજેશ પણ કેમિકલ એન્જીનિયરીંગમાં છે. ક્રિશા પણ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ છે.

સોલંકી ચંદ્રદીપને સી.એ. બની ઝળહળવાની ઈચ્છા

ક્લાસીસનાં વિદ્યાર્થી ચંદ્રદિપ સોલંકીએ ૯૧.૨૮% ગુણ સાથે ૯૯.૧૦ પી.આર. મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ કદમ વધાર્યા છે. તેનાં પિતા મુકેશભાઇ તથા માતા સરલાબેન બંને સફાઇકર્મી છે. ચંદ્રદિપે બોર્ડમાં ઝળહળતુ પરિણામ મેળવી માતા-પિતાનાં સંઘર્ષને સાર્થક કર્યો છે એમ કહી શકાય. ક્રિકેટનો શોખ ધરાવતા ચંદ્રદિપે નિયમિત ૪-૫ કલાકના વાચનથી ધાર્યું પરિણામ મેળવ્યુ છે.ચંદ્રદિપ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ઝળહળતી કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial