Sensex

વિગતવાર સમાચાર

જામનગરની જૈન કન્યા વિદ્યાલયે બોર્ડની પરીક્ષામાં ઝળહળતા પરિણામની પરંપરા જાળવી

બે વિદ્યાર્થિનીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યા

                                                                                                                                                                                                      

સપનાનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સપનું

જામનગરના શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની સપના વેજાભાઈ વસરાએ ધો. ૧૨ની સામાન્ય પ્રવાહમાં ૯૦.૮૬% ગુણ તથા ૯૮.૯૧ ૫ી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી પરિવાર તથા શાળાનું ગૌરવ વધાર્યુ છે. સપનાના પિતા વેજાભાઈ દુકાનદાર છે તથા માતા વીજુબેન ગૃહિણી છે. સ્પોર્ટસમા રૂચિ ધરાવતી સપનાએ ટ્યુશન વગર ઉચ્ચ પરિણામ મેળવ્યું છે જે નોંધપાત્ર છે. સપના ચાટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઝળહળતી કારકિર્દી બનાવવાનો સંકલ્પ ધરાવે છે.

સનોવર ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ

શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની મચ્છર સનોવર મકસૂદ અહમદએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૦.૪૩% ગુણ તથા ૯૮.૭૩ ૫ી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. તેણીએ ટયુશન કલાસ વગર જ ઝળહળતું પરિણામ મેળવી શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. સનોવરના પિતા મચ્છર મકસૂદ અહમદ સ્ક્ર્ેપના વ્યવસાયી છે જ્યારે માતા ગૃહિણી છે. દરરોજ બે કલાક વાચન દ્વારા ઉચ્ચ સફળતા મેળવી હોવાનું જણાવી ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા અભિવ્યકત કરી છે.

પુષ્ટી ગુસાણીને પણ    બનવું છે સી.એ.

જામનગરની શ્રી જૈન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની ગુસાણી પુષ્ટીએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૮.૮૫% ગુણ તથા ૯૭.૮૫ ૫ી.આર. સાથે એ-ટુ ગ્ર્ેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. પુષ્ટીના પિતા અતુલભાઈ પી.જી.વી.સી.એલ. માં કાર્યરત છે, જયારે માતા ગીતાબેન દુકાનનું સંચાલન કરે છે. એમ.પી.ટી.સી. ટયુશન કલાસની વિદ્યાર્થિની રહેલ પુષ્ટીએ સતત વાચન વડે ધારી સફળતા મેળવી હોવાનો અનુભવ જણાવ્યો હતો.

પુષ્ટીને ચાટર્ડ એકાઉન્ટન્ટ બનીને ઝળહળતી કારકિર્દી ઘડવાની મહેચ્છા

મુસ્કાનની મહેચ્છા    સી.એ. બનવાની

શ્રી જૈન કન્યા વિદ્યાલયની સીંધાણી મુસ્કાને ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૮.૫૭% ગુણ તથા ૯૭.૬૬ ૫ી.આર. સાથે એ-ટુ ગ્ર્ેડ મેળવી પરિવાર તથા વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે. મુસ્કાનના પિતા પ્રકાશભાઈ વેપારી છે તથા માતા જયોતિબેન ગૃહિણી છે સોમૈયા કલાસીસની વિદ્યાર્થિની મુસ્કાને પાઠ્યપુસ્તકોને પ્રાધાન્ય આપી નિયમિત ૭-૮ કલાક વાચન વડે બોર્ડમાં સફળતા મેળવી હોવાનું જણાવ્યુ હતું. પેઈન્ટીંગનો શોખ ધરાવતી મુસ્કાન ચાટર્ડ એકાઉન્ટન્ટ બનવાની નેમ ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial