Sensex

વિગતવાર સમાચાર

જામનગરના સોમૈયા ક્લાસીસનું ધોરણ ૧ર કોમર્સનું ૯૯ ટકા પરિણામ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ર૦રપ માં બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં જામનગરના સોમૈયા ક્લાસીસે ધો. ૧ર કોમર્સમાં ૯૯ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ક્લાસીસનું સંચાલન જતિનભાઈ સોમૈયા, નિકુંજભાઈ સોમૈયા તથા હિતેષભાઈ સોમૈયા દ્વારા કરવામાં આવે છે. જતિનભાઈ સોમૈયાએ જણાવ્યું હતું કે, અમારૂ ક્લાસીસ છેલ્લા ર૮ વર્ષથી કાર્યરત છે. ધો. ૧ર કોમર્સમાં એક વિદ્યાર્થીએ એ-વન ગ્રેડ તથા ૪ર વિદ્યાર્થીએ ૮૦ થી વધુ પીઆર પ્રાપ્ત કર્યા છે. ક્લાસીસ તરફથી વિદ્યાર્થીઓને મટીરયલ આપવામાં આવે છે. સ્ટાર વિદ્યાર્થીઓ માટે અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ પ્રોજેક્ટ દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે.

રોહિતનું સીએ બનવાનું સ્વપ્ન

રોહિત નરેશભાઈ ખોખરએ ધો. ૧ર કોમર્સની પરીક્ષામાં ૯૦.૧૩ ટકા અને ૯૮.પ૯ પીઆર સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રોહિત આગળ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial