નિયમિત ટેસ્ટ-કાઉન્સેલીંગથી શ્રેષ્ઠ પરિણામઃ જાનવી માંકડ
જામનગર તા. ૧૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૨૫માં યોજાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરના સાંઈ ટ્યુટોરિયલે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સાંઈ ટ્યુટોરિયલના સંચાલક જાનવી માંકડે 'નોબત' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમારા કલાસીસનું ધો. ૧૨ કોમર્સનું ૧૦૦% પરિણામ આવ્યું છે. પાઠ્યપુસ્તક પર વધુ ધ્યાન, નિયમિત ટેસ્ટ, વન-ટુ-વન કાઉન્સેલીંગ વિગેરેના કારણે સાંઈ ટ્યુટોરિયલ પ્રતિ વર્ષ સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે.
સ્તુતિનું એ.સી.સી.એ. મેમ્બર બનવાનંુ સ્વપ્ન
સ્તુતિ સુનિલભાઈ મોદીએ નિયમિત વાચન કરીને ધો. ૧૨ કોમર્સમાં ૯૨.૧૪% અને ૯૯.૩૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કરીને સાંઈ ટ્યુટોરિયલ અને મોદી પરિવારનું ગૌરવ વધાર્યું છે. સ્તુતિના પિતા સુનિલભાઈ બિઝનેસમેન છે. સ્તુતિ એ.સી.સી.એ. મેમ્બર બનવા માંગે છે.
મારે સી.એ. બનવું છેઃ વૃષ્ટિ ભાયાણી
વૃષ્ટિ ભાયાણીએ ધો. ૧૨ કોમર્સની પરીક્ષામાં ૯૦.૭૧% અને ૯૮.૮૫ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણીના પિતા હરેશભાઈ નોકરી કરે છે તો માતા હેતલબેન શિક્ષિકા છે. વૃષ્ટિ સખત પરિશ્રમના માર્ગે ચાલીને સી.એ. બનવા માંગે છે.
લક્ષિતાનું ક્લાસ-૧ ઓફિસર બનવાનું લક્ષ્ય
ધોરણ-૧૨ કોમર્સની બોર્ડની પરીક્ષામાં લક્ષિતા ભટ્ટે ૯૦.૧૪% અને ૯૮.૫૯ પી.આર. સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. લક્ષિતાને અભ્યાસ ઉપરાંત સ્પોર્ટસમાં રૂચિ છે. લક્ષિતાને આગળ અભ્યાસ કરી કલાસ-૧ ઓફિસર બનવાનું લક્ષ્ય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial