બોર્ડની પરીક્ષામાં જામનગરની શૈક્ષણિક સંસ્થા
જામનગરનું જૈનમ્ ક્લાસીસ શૈક્ષણિક સંસ્થા તરીકે વર્ષોથી પ્રતિષ્ઠા ધરાવે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષામાં ક્લાસીસનાં વિદ્યાર્થીઓ ઝળહળતું પ્રદર્શન કરે છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ વધી છે. ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ધોે. ૧ર ની પરીક્ષામાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ક્લાસીસનાં કુલ ૧૬ વિદ્યાર્થીએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેજસ્વી વિદ્યાર્થીઓએ વાલીઓ તથા ગુરૂજનો સાથે નોબતની મુલાકાત લઇ પોતાની સફળતા તથા ભવિષ્યનાં લક્ષ્યાંકો વિશે વાત કરી હતી.
ચિત્રા ઉનાગરને સી.એ.બનવુ છે
ચિત્રા જગદિશભાઇ ઉનાગરએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨% ગુણ સાથે ૯૭.૫૨ પી.આર.અને એવન ગ્રેડ મેળવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનાં પોતાનાં સપનાને સાકાર કરવા તરફ નિર્યાણક આગેકૂચ કરી છે.તેનાં પિતા જગદિશભાઇ ટેઇલર છે તથા માતા જલ્પાબેન હાઉસવાઇફ છે.ચિત્રા નિયમિત ૨-૩ કલાકનું વાચન સફળતા તરફ દોરી ગયુ હોવાનું જણાવે છે.
ઇશા ઘેડીયાનું લક્ષ્ય બેંક મેનેજર બનવાનું છે
ઇશા ઘેડીયાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૦.૫% ગુણ સાથે ૯૬.૩૬ પી.આર. અને એવન ગ્રેડ મેળવી ક્લાસીસનું ગૌરવ વધાર્યું છે. ઇશાનાં પિતા કિશોરભાઇ સુથારી કામ કરે છે તથા માતા કિરણબેન ગૃહિણી છે.મોટા બહેન દિયા એમ.કોમ નો અભ્યાસ કરે છે. ઈશા પણ મોટા બહેનની જેમ વાણિજ્ય પ્રવાહમાં આગળ અભ્યાસ કરી બેંક મેનેજર બનવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રજાપતિ તન્વીનું લક્ષ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું છે
ક્લાસીસની વિદ્યાર્થિની તન્વી પ્રજાપતિએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩.૮૩% ગુણ સાથે ૯૮.૭૧ પી. આર. અને એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.તેણીનાં પિતા વિપુલભાઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં કાર્યરત છે. જ્યારે માતા ભાવનાબેન હાઉસ વાઇફ છે.તન્વી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરવાનુ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવનું લક્ષ્ય ધરાવે છે.
ગોહિલ ખુશી ને પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની તમન્ના
ગોહિલ ખુશીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૦.૩૩% ગુણ તથા ૯૭.૦૨ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ખુશીનાં પિતા દિપકભાઇ દરજી કામ કરે છે જ્યારે માતા દિપાબેન ગૃહિણી છે. તેનો મોટો ભાઇ મિલન ડિપ્લોમા કોમ્યુટર એન્જિનિયરીંગનાં છેલ્લા વર્ષમાં છે. ડાન્સનો શોખ ધરાવતી ખુશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છે છે.
માતંગ માનસીને સી.એ. બની
કારકિર્દી ઘડવાની મહેચ્છા
માતંગ માનસીએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨% ગુણ તથા ૯૭.૪૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા અશોકભાઇ સેલ્સમેન છે જ્યારે માતા ભાવિષાબેન કૂકીંગ નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. સવારે ૪ કલાકે ધ્યાન કરીને અભ્યાસ આરંભ કરનારી માનસીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવુ છે.
શિફા શેખ શિક્ષક બની નવી પેઢીનું ઘડતર કરવા પ્રતિબદ્ધ
શિફા શેખએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ સાથે ૯૯.૪૮ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી ઉજ્જવળ ભવિષ્ય તરફ મજબૂત કદમ વધાર્યા છે. તેણીનાં પિતા તાજુદ્દીનભાઇ ઇલેક્ટ્રીશ્યન છે તથા માતા કરીમાબેન હાઉસ વાઇફ છે. શિફા શિક્ષક બની નવી પેઢીનાં ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવા માંગે છે.
વિશ્વરાજસિંહ જાડેજાનું આઇ.એ.એસ અથવા આઇ.પી.એસ. બનવાનું લક્ષ્ય
વિશ્વરાજસિંહ અરવિંદસિંહ જાડેજાએ ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૩.૧૬% ગુણ તથા ૯૮.૩૧ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી આઇ.એ.એસ. અથવા આઇ.પી.એસ. ઓફિસર બનવાનાં પોતાનાં લક્ષ્ય તરફ આગેકૂચ કરી છે. ચેસ રમવાનો શોખ ધરાવતાં વિશ્વરાજે રિવિઝનમાં વધુ ધ્યાન આપી ધારી સફળતા મેળવી છે.
માનવ પાઠકનો મંત્ર ' સખત પરિશ્રમ'
માનવ જસ્મીનભાઇ પાઠકે ગુજરાતી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૧.૧૬% ગુણ સાથે ૯૭.૨૭ પી. આર. અને એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણીનાં માતા પ્રિતીબેન ગૃહિણી છે તથા બહેન પ્રિયા ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરીંગો અભ્યાસ કરે છે. ચિત્રકલાનો શોખ ધરાવતા માનવે સખત પરીશ્રમ વડે સફળતા મેળવી છે.
ધાર્મી રાવલ ડોક્ટર બનવા પ્રતિબદ્ધ
ધાર્મી રાવલએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૨.૫% ગુણ તથા ૯૭.૮૮ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીનાં પિતા કૌશિક ભાઇ બેંકમાં સેવારત છે જ્યારે માતા વંદનાબેન હાઉસવાઇફ છે. ધાર્મી વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા પ્રતિબદ્ધ છે.
ધૈર્યા મોદીનું પણ ડોક્ટર થવાનું લક્ષ્ય
ધૈર્યા મોદીએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૪.૧૬ % ગુણ તથા ૯૮.૯૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું નામ ઉજ્જવળ કર્યુ છે.તેણીનાં પિતા નિખિલભાઇ બિઝનેસમેન છે તથા માતા નિશાબેન હાઉસવાઇફ છે. ધૈર્યા ડોક્ટર તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છે છે.
સ્નેહ મોદીએ નિયમિત ૫ કલાકની મહેનતથી મેળવી સફળતા
સ્નેહા મોદીએ અંગ્રેજીમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૨.૧૬% ગુણ તથા ૯૭.૬૪ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવ્યો છે.તેણીનાં પિતા રાજેશભાઈ બિઝનેસમેન છે તથા માતા પ્રિતીબેન હાઉસવાઇફ છે. નિયમિત ૫ કલાકનાં વાચનથી ધારી સફળતા મેળવનાર સ્નેહાને ડોક્ટર બનવુ છે.
કાવ્યા જેઠવાને એરફોર્સમાં જોડાવાની મહેચ્છા
કાવ્યા જેઠવાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ માં ૯૧.૮૪% ગુણ તથા ૯૭.૪૦ પી.આર. સાથે એવન ગ્રેડ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
તેણીનાં પિતા પ્રશાંતભાઇ ખાનગી નોકરી કરે છે તથા માતા આશાબેન ગૃહિણી છે. કાવ્યા ઉચ્ચ અભ્યાસ પછી ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી બનવાનું લક્ષ્ય ધરાવે છે.
સાક્ષીબા જાડેજાને સી.એ. બનવાની મહેચ્છા
સાક્ષીબા જાડેજાએ અંગ્રેજી માધ્યમમાં ધો. ૧૦ ની પરીક્ષામાં ૯૫% ગુણ સાથે ૯૯.૨૮ પી.આર. તથા એવન ગ્રેડ મેળવી પરિવાર તથા ક્લાસીસનું ગૌરવ વધાર્યુ છે.તેણીનાં પિતા હિતેન્દ્રસિંહ પોલીસમાં ફરજ બજાવે છે જ્યારે માતા હિનાબા ગૃહિણી છે. નિયમિત અભ્યાસથી ઉચુ પરિણામ મેળવનાર સાક્ષીબા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે પ્રતિબદ્ધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial