Sensex

વિગતવાર સમાચાર

જામનગર નવકાર સ્ટડી સેન્ટરનું ધોરણ ૧૦માં ૯૫ ટકા તથા ધોરણ ૧૨માં ૧૦૦ ટકા પરિણામ

આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શનઃ ૧૦ વિદ્યાર્થીઓને એ-ગ્રેડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ, ૨૦૨૫ માં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવકાર સ્ટડી સેન્ટરે જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. ધોરણ ૧૦ માં ૯૫% પરિણામ અને ૮ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તેમજ ધોરણ ૧૨માં ૧૦૦ ટકા પરિણામ અને બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

 નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક હિરેન વોરા અને બીજલબેન વોરાએ તેમના વિદ્યાર્થીઓ સાથે 'નોબત'ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પત્રકાર દિપક લાંબાને જણાવ્યું હતું કે, અમારું નવકાર સ્ટડી સેન્ટર દેવબાગ પાસે, કલ્યાણજીના ચોકમાં કાર્યરત છે. ધોરણ ૧ થી ૧૨ ઇંગ્લીશ મીડીયમ માં તમામ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. હિરેન વોરાએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અમે ૬૦ થી વધુ ટેસ્ટ નું આયોજન કરીએ છીએ સમયસર કોર્સ પૂર્ણ કરીને રિવિઝન પણ કરાવીએ છીએ તેમજ મટીરીયલ પણ ક્લાસીસ તરફથી આપવામાં આવે છે.

 આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની  મહેનતનો સુખદ સમન્વય થાય છે જેના કારણે અમારું નવકાર સ્ટડી સેન્ટર દર વર્ષે આટલું સારું પરિણામ મેળવવામાં સફળ રહે છે. સ્ટડી સેન્ટરમાં પ્રારંભથી જ વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચણી કરીને તેમને યોગ્ય મહેનત કરાવવામાં આવે છે. આ વર્ષે ચાર વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. મારો પુત્ર કુશ વોરા પણ અમારા જ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરતો હતો.

રિયા સોલાણીનું સીએ બનવાનું સ્વપ્ન

ધોરણ ૧૨ કોમર્સમાં ૯૩.૪૨ ટકા અને ૯૯.૭૯ પી.આર. સાથે એવન ગ્રેટ પ્રાપ્ત કરીને રિયાએ પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં સારા ગુણ સાથે સફળતા મળે તે માટે રિયા દરરોજ નિયમિત રીતે પાંચથી આઠ કલાક વાચન કરતી હતી. ચિત્રકામમાં રુચિ ધરાવનાર રિયા આગળ વધુ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે.

મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છેઃ આગમ શાહ

આગમ શાહ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૧.૪૨% અને ૯૯.૧૦ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ ઉપરાંત રમવા તથા વાચનમાં રુચિ ધરાવનાર આગમ આગળ અભ્યાસ કરીને સીએ બનવા માંગે છે. આગમ દરરોજ સાત થી આઠ કલાક વાંચન કરતો હતો.

ફાતેમા કાસેની શિક્ષક બનવાની અભિલાષા

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ફાતેમા કાસે ૯૬.૩૬% સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પરંતુ ઉચ્ચ ગુણાંક સાથેની સફળતા મળે તે માટે ફાતેમા દરરોજ નિયમિત રીતે પાંચથી આઠ કલાક વાચન કરતી હતી. ફાતેમા આગળ અભ્યાસ કરીને શિક્ષક બનવા માંગે છે.

મારે ડોક્ટર બનવું છેઃ પૂર્વી ચૌહાણ

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં પૂર્વી ચૌહાણએ દરરોજ પાંચ થી આઠ કલાક અભ્યાસ કરીને ૯૫.૬૭ ટકા અને ૯૯.૫૫ પી. આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને ચૌહાણ પરિવારનું ગૌરવ વધાર્યું છે. અભ્યાસ ઉપરાંત પુસ્તકો વાંચવામાં રુચિ ધરાવનાર પૂર્વી ડોક્ટર બનવા માંગે છે

કુશનું ડોક્ટર બનવાનું લક્ષ્ય

કુશ વોરાએ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૯૫.૩૩ ટકા અને ૯૯.૪૨ પી.આર. સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં ધારી સફળતા મેળવવા માટે કુશ દરરોજ નિયમિત રીતે આઠ થી દસ કલાક વાંચન કરતો હતો. વાચવા અને રમવામાં રુચિ ધરાવનાર કુશનું લક્ષ્ય ડોક્ટર બનવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે નવકાર સ્ટડી સેન્ટરના સંચાલક હિરેનભાઈ વોરા અને બીજલબેન વોરાનો પુત્ર છે.

મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છેઃ ટવેશા પારેખ

બોર્ડની પરીક્ષામાં ૯૪.૫૦ ટકા અને ૯૯.૦૬ પીઆર સાથે એ વન ગ્રેડ મેળવનાર ટવેશા પારેખ દરરોજ પાંચ થી સાત કલાક વાચન કરતી હતી. અભ્યાસ ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા બેડમિન્ટનમાં રુચિ ધરાવનાર ટવેશા આગળ અભ્યાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે.

ધ્રુવને સી.એસ. બનવું છે.

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ધ્રુવએ ૯૩.૩૩ ટકા અને ૯૮.૪૨ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સફળતા મળે તે માટે ધ્રુવ દરરોજ ૫ થી ૬ કલાક અભ્યાસ કરતો હતો. ફૂટબોલ તેમજ સંગીતમાં રુચિ ધરાવનાર ધ્રુવ આગળ અભ્યાસ કરીને કંપની સેક્રેટરી બનવા માંગે છે.

મારે ડોક્ટર બનવું છેઃ મંથન જોશી

એસએસસી બોર્ડની પરીક્ષામાં મંથન જોશી એ ૯૨% અને ૯૭.૫૨ પી.આર. સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અભ્યાસ ઉપરાંત વાચનનો શોખ ધરાવનાર મંથન જોશી આગળ અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગે છે.

કૈવન પારેખનું એન્જિનિયર બનવાનું સ્વપ્ન

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં કૈવન પારેખે ૯૧% અને ૯૬.૬૩ પીઆર સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કરીને પારેખ પરિવાર તથા નવકાર સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. પરીક્ષામાં ધારી સફળતા મળે તે માટે કૈવન દરરોજ ચાર થી પાંચ કલાક વાચન કરતો હતો. રમતમાં રુચિ ધરાવનાર કૈવન આગળ અભ્યાસ કરીને એન્જિનિયર બનવા માંગે છે.

મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છેઃ ઝૈનબ કોન્ટ્રાક્ટર

એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝૈનબ કોન્ટ્રાક્ટરે ૯૧ ટકા અને ૯૬.૭૬ પીઆર સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ઝૈનબ નિયમિત રીતે સાતથી આઠ કલાક સ્ટડી કરતી હતી. અભ્યાસ ઉપરાંત ગાયનમાં રુચિ ધરાવનાર ઝૈનબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial