Sensex

વિગતવાર સમાચાર

દેશભરની બાર કાઉન્સીલો ઉપરાંત જનપ્રતિનિધિત્વના ક્ષેત્રે મહિલાઓની સહભાગિતાને મળશે વેગ

સુપ્રિમકોર્ટ બાર એસોસિએશનોમાં મહિલા વકીલો માટે ૩૦% અનામત મંજૂર કરતા વ્યાપક આવકારઃ

                                                                                                                                                                                                      

સુપ્રિમ કોર્ટે ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશનો અને ગુજરાત બાર કાઉન્સિલમાં ૩૦% મહિલા અમાનતનો હુકમ કર્યો છે, જેને વ્યાપક આવકાર મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના એક મહિલા વકીલે સુપ્રિમ કોર્ટમાં પિટિશન રજૂ કરીને બંધારણમાં મહિલાઓને સમાન અધિકારો મળ્યા હોવા છતાં ગુજરાતમાં બાર એસોસિએશનો તથા બાર કાઉન્સિલની ચૂંટણીઓમાં મહિલાઓ માટે યોગ્ય પ્રમાણમાં અનામત રાખવામાં આવતી નથી, અને જ્યાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવે છે, ત્યાં પણ પૂરતા પ્રમાણમાં મહિલા વકીલોને પ્રતિનિધિત્વ મળતું નથી. તેણીએ સુપ્રિમ કોર્ટના તદ્વિષયક ચૂકાદાના આધારે ૩૩ ટકા અનામતનો લાભ નહીં મળતો હોવાથી અન્યાય થઈ રહ્યો હોવાની રાવ કરી હતી, અને આ સંદર્ભે સુપ્રિમ કોર્ટ યોગ્ય આદેશ કરે, તેવી દાદ માંગી હતી. તેણીએ ભારતીય બંધારણ કલમ ૧૪ થી ૧૬ નો ભંગ થાય છે તેવું જણાવી ગુજરાતમાં મહિલા વકીલોની સંખ્યા વધી રહી છે, અને યુવતીઓ વધુને વધુ સંખ્યામાં લો નો અભ્યાસ કર્યા પછી એડવોકેટ તરીકે રજિસ્ટ્રેશન કરાવતી થઈ છે, ત્યારે તદ્વિષયક સંસ્થાઓમાં પણ મહિલા વકીલોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તેવી દલીલ રજૂ થઈ હતી.

મીડિયા અહેવાલો મુજબ આ કેસમાં રજૂ થયેલી દલીલોમાં પ્રાચીનકાળથી આપણાં દેશમાં મહિલાઓને દેવી કે શક્તિ તરીકે પૂજવામાં આવે છે, તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક-વૈશ્વિક સંદર્ભોનો ઉલ્લેખ પણ થયો હતો, અને સુપ્રિમ કોર્ટે આ જ પ્રકારના કિસ્સાઓમાં બેંગ્લુરૃ અને દિલ્હી બાર એસોસિએશનો સહિતના કેસોમાં મહિલા અનામત માટે આવેલા આદેશોનો સંદર્ભ આપીને ગુજરાતમાં પણ વાજબી માગણી મુજબ યોગ્ય અને પર્યાપ્ત અનામતની જોગવાઈઓ કરવાનો આદેશ આપવાની જરૃર જણાવાઈ હતી.

જો કે, સુપ્રિમ કોર્ટે બાર એસોસિએશનોમાં ૩૦% અનામતની સાથે સાથે કોષાધ્યક્ષનો હોદ્દો પણ મહિલાઓ માટે અનામત રાખવાના મુદ્દે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો, પરંતુ બાર કાઉન્સિલમાં આ પ્રકારની અનામત આપવાનો મુદ્દો પેન્ડીંગ રાખ્યો હતો. અદાલતે આ મુદ્દે માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશના તમામ રાજ્યોની બાર કાઉન્સિલોના સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સહિત વ્યાપકપણે વિચારણાનો સંકેત અદાલતે આપ્યો હતો.

સુપ્રિમ કોર્ટે એક અન્ય મુદ્દે પણ ગુજરાત હાઈકોર્ટ તથા સોલિસિટર જનરલને તાકીદ કરીને સુપ્રિમ કોર્ટમાં પહોંચેલા મુદ્દાઓને લઈને વિરોધાભાસ ઊભો નહીં કરવા સૂચવ્યું છે, અને એક કેસમાં મહિલા સૈન્ય અધિકારીઓને ફરજમુક્ત કરવાના મુદ્દે મહિલા સૈન્ય અધિકારી અને તાજેતરમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રિડીંગ કરીને લોકપ્રિય બનેલા કર્નલ સોફિયા કુરેશીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પહેલા જુલાઈના અંતિમ સપ્તાહમાં ગુજરાત બાર કાઉન્સિલ અને ગુજરાત લો હેરોલ્ડની નવી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચીંગ થયું, ત્યારેેેેેેેેેેેેેેેેેેેેેગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલે પણ એક માર્મિક ટકોર કરી હતી કે કોર્ટમાં ચાલતા કેસોમાં 'તારીખ પે તારીખ'નો ટ્રેન્ડ ખતમ થવો જોઈએ. તે સમયે પણ ઉપસ્થિત મહિલા વકીલોની સહભાગિતા વધારવા અંગે અનૌપચારિક ચર્ચાઓ થઈ હોવાનું કહેવાય છે.

તે પહેલા નવમી માર્ચે ઉન્સિલ ઓફ ગુજરાતના ઉપક્રમે અદાલતમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારંભ દરમિયાન ૧૧,૩૦૦ વકીલોએ સામૂહિક શપથ લેવાયા હતાં, તેમાં પણ મહિલા વકીલો માતબર સંખ્યામાં જોડાયા હતાં.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પછી જો હવે કાનૂની સંસ્થાઓ અને વકીલોના સંગઠનોમાં પણ મહિલાઓને ૩૦ ટકા અનામત અપાઈ રહી હોય, તો હવે વિધાનસભાઓ તથા સંસદમાં પણ વિવિધ વર્ગોની અનામત રખાતી બેઠકો સહિતની તમામ બેઠકો પૈકી ૩૦ થી ૩૩% મહિલા અનામત રાખવાની માંગણી પણ વધુ જોરશોરથી ઊઠશે તે નક્કી છે.

જો કે, આ મુદ્દે તમામ રાજકીય પક્ષો જે પ્રકારે વાતો કરે છે, તે પ્રકારે સક્રિયતા દાખવતા નથી, તેથી તમામ પક્ષોની મહિલા પાંખોએ પહેલા તો પોતપોતાના પક્ષના જ પ્લેટફોર્મ પર આ મુદ્દો ઊઠાવવો જોઈએ, અને તે ઉપરાંત વિધાનસભા અને લોકસભામાં પણ આ મુદ્દો પડઘાવો જોઈએ, તેમ નથી લાગતું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial